Book Title: Samprat Samaj Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 339
________________ યોજનાનો આશય એ છે કે સમાજમાં ભદ્ર લોકોનો જે મુખ્ય પ્રવાહmainstream છે એમાં રસ્તે રખડતા છોકરાઓને સુધારીને ભેળવવા જોઈએ કે જેથી તેઓ પણ ભદ્ર સમાજનું એક અંગ બની રહે. તેઓને જો ભેળવવા હોય તો તેઓને કેળવવા પડશે. તેઓને જો યોગ્ય રીતે કેળવવા હોય અને તેનું તાત્કાલિક સારું પરિણામ જોઈતું હોય તો તેઓને એમની વય અને પરિસ્થિતિ અનુસાર એવા પ્રકારની જુદી તાલીમ આપવી જોઈએ. રખડું છોકરાઓને સુધારવા હોય તો એમને સારું શિક્ષણ આપવું જોઈએ, એમને શાળામાં દાખલ કરાવી ભણતા કરી દેવા જોઈએ એવો વિચાર આપણને તરત આવે. માબાપ સાથે ઘરમાં રહેતા છોકરા રખડુ થઈ ગયા હોય તો તેમને માટે આવો વિચાર અમુક દૃષ્ટિએ કદાચ યોગ્ય ગણાય. પણ રસ્તે રખડતા, રીઢા થયેલા, ન ઘણિયાતા છોકરાઓ માટે શાળાનું ભણતર તરત કામ ન પણ લાગે. અનુભવને આધારે Project Mainstreamના આયોજકોનો એવો મત બંધાયો છે કે આ છોકરાઓને ફીની મદદ કરી શાળામાં દાખલ કરાવી શિક્ષણ આપવાની સગવડ કરી આપવામાં આવે તો તે બહુ સફળ નહિ થાય, કારણ કે જે જાતની આવા છોકરાઓને ટેવ પડી હોય છે એથી તેઓને શાળાના શિક્ષણમાં રસ નહિ પડે. શાળામાંથી ભાગી જવું એમને માટે એટલું જ સરળ છે. તેમનો મુખ્ય આશય તો પેટ ભરવાનો, રળી ખાવાનો છે. વળી તેઓમાં હોશિયારી છે પણ સાધન અને સગવડનો અભાવ છે. ચોરી કરીને, ખિસ્સા કાતરીને કે પરચૂરણ મજૂરી કરીને પોતાની આજીવિકા મેળવનારને વધુ ગૌરવવાળી કમાણીમાં રસ પડે અને તે જલદી ગ્રહણ કરી શકે એવા કામની તાલીમ આપવી જોઈએ. પ્રોજેક્ટ મેઈનસ્ટ્રીમ તરફથી એવા રખડતા છોકરાઓનો સંપર્ક કરીને, વિશ્વાસ જીતીને, તેમને ચા બનાવતાં, સમોસા, કચોરી કે સેન્ડવિચ બનાવતાં, ફૂલના ગજરા બનાવતાં તથા અન્ય પ્રકારનાં કામો વ્યવસ્થિત કોર્સ પ્રમાણે શીખવવામાં આવે છે. એવી તાલીમ બરાબર તે લઈ લે તે પછી એને પોતાનો વેપાર કરવા માટે સાધનો અપાવવામાં આવે છે. આર્થિક લોન આપવામાં આવે છે. આમ ક૨વાથી છોકરામાં પોતાની શક્તિ માટે આત્મવિશ્વાસ વધે છે. નવું કંઈક શીખ્યાનો તથા પોતાની મહેનતની કમાણી મેળવ્યાનો અનેરો આનંદ તે અનુભવે છે. વધુ હોશિયાર છોકરાઓ હોય તો તેમને ડ્રાઈવિંગ શીખવવામાં આવે છે. લિફટમૅન, વૉચમૅન, ટેલિફોન ઑપરેટર કે મોટ૨ શેરીનાં સંતાનો * ૨૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428