________________
મોટા કિસ્સાઓમાં સંડોવાતા જાય છે. આમ, શેરીનાં કેટલાંક સંતાનો સમય જતાં સમાજ માટે ભારરૂપ, દૂષણરૂપ, ભયરૂપ બની જાય છે.
એકલા એકલા રખડતા છોકરાઓને પોતાની મજૂરીના કામમાંથી કોઈવાર ઓછી આવક થાય, તો કોઈ વાર અણધારી વધુ આવક થાય. કેટલાક તો પોતાના રોજની ખાધાખરથી કરતાં પણ વધુ રૂપિયા કમાતા હોય છે. આ વધારાની આવક ક્યાં રાખવી ? ઘર નથી, સાચવવાની કે સંતાડવાની જગ્યા નથી. એટલે પૈસા આવતાં આવા છોકરાઓમાં મોજશોખ ચાલુ થાય. ચલચિત્રો જોવાની, ચા, પાન, સિગરેટની ટેવ પટે છે. જુગાર રમાય, શરાબ પિવાય અને વેશ્યાગૃહોમાં જવાનું પણ ચાલુ થાય. મજૂરી કરીને કમાય, પણ પછી જિંદગી ધૂળધાણી થતી જાય. નાની કાચી ઉંમરમાં અશિષ્ટ કુટેવો પડવા માંડે. મોટા છોકરાઓમાં તો ગુંડાગીરીનું જોર પણ વધતું જાય. અંધારી આલમના માણસો પણ એવા જબરા છોકરાઓને મોટી લાલચ આપીને ચોરી, લૂંટ, દાણચોરી, ખૂન જેવાં મોટાં ગુનાહિત કાર્યોમાં ખેંચી જાય છે.
શહેરોમાં આવેલા કેટલાક છોકરાઓ એકલદોકલ રખડતા હોય છે, તો કેટલાક પોતાની ટોળી જમાવે છે. ટોળીમાં એકાદ મોટો છોકરો એમનો સરદાર બની બેસે છે. અને લાલચ, ધમકી આપીને તેમને વશ રાખે છે. આવા ટોળકીવાળા છોકરાઓ પછી પોલિસને પણ ગાંઠતા નથી. ઉંમરમાં મોટા થતાં, જબરા થતાં અને ફાવતા જતાં આવા કેટલાંક છોકરાંઓ મોટા ગુનેગારો બની જાય છે.
દુનિયાભરમાં કરોડો એવા રખડતા શેરીના સંતાનો - Street children-ના જીવનને સુધારવા માટે શું કશું ન કરી શકાય ? પ્રત્યેક દેશમાં સરકારી સ્તરે જે યોજનાઓ થાય તે અપૂરતી જ રહેવાની. સામાજિક સ્તરે પણ સંગીન કાર્ય એ દિશામાં અવશ્ય થઈ શકે. આ વિશે કશુંક કરવાની ભાવના કેનેડાવાસી એક સજ્જનને થઈ. એમણે વિશાળ ધોરણે એક સરસ આયોજન વિચાર્યું અને પોતાના પ્રોજેક્ટ માટે નામ આપ્યું Street Kids International. એમણે આફ્રિકા અને એશિયાનાં કેટલાંક મોટાં શહેરો એ માટે પસંદ કર્યા. કિશોરો અને ઊગતા યુવાનો માટે એમણે વિવિધ પ્રકારની યોજનાઓનો અને ભલામણોનો જુદાં જુદાં કેન્દ્રો દ્વારા પ્રચાર કર્યો.
મુંબઈમાં રોટરી કલબના આવા પ્રકારના આયોજન માટે Project Main stream-એવું નામ રાખવાનું શ્રી મહેન્દ્રભાઈ મહેતાએ સૂચવેલું. આ
૨૯૦ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org