________________
નથી. વસ્તુત: ઘણા તો મોટી આશામાં શહેરમાં આવે છે. શહેરની શેરીમાં રખડતા છોકરાઓને મળીને, વિશ્વાસ જીતીને એમના જીવનનો અભ્યાસ કરનારા જણાવે છે કે શહેરોમાં દોડી આવ્યા મોટા ભાગના છોકરાઓ ઉપર ચલચિત્રોની માઠી અસર હોય છે. અચાનક શ્રીમંત થવાના સ્વપ્નાં સેવીને તેઓ શહેરમાં આવે છે. આપણાં ચલચિત્રોમાં અવાસ્તવિક ઘટનાઓનું પ્રમાણ ઠીક ઠીક હોય છે. ગરીબ છોકરો અચાનક શ્રીમંત બની જાય, વૈભવશાળી જીવન જીવવા લાગે, શેઠની દીકરી ડ્રાઈવરના કે ઘરનોકરના પ્રેમમાં પડી હોય અને ઘર છોડીને ભાગી જતી હોય, નોકરો ઘરમાં જલસા કરતા હોય એવાં એવાં દૃશ્યો ગરીબ ભૂખે મરતા છોકરાઓની કલ્પનાશક્તિને ઉત્તેજે છે અને તે ઘર છોડીને મોટા શહેરમાં દોડી આવે છે. વળી ચલચિત્રમાં જોવા મળતાં મોટાં શહેરો નજરે જોવાનાં પ્રલોભનો તેમને પણ હોય છે. શહેરમાં કંઈ કામધંધો નહિ મળે તો ભીખ માગીને પણ પેટનો ખાડો પૂરો કરી શકાશે આવી શ્રદ્ધાથી તેઓ શહેરમાં આવી પહોંચે છે. પોતાના ગામનો એક છોકરો ગયો હોય તો તે જોઈને બીજાને જવાનું મન થાય છે. અથવા અનુભવી છોકરો પોતાના ગામડે જઈને બીજા બેચાર છોકરાને શહેરમાં બોલાવી લાવે છે. આવી રીતે એમની જમાત વધતી જાય છે.
ઘરેથી ભાગી નીકળેલા છોકરાઓને થોડો વખત પોતાનાં માતાપિતા, ભાઈભાડું યાદ આવે છે, પણ પછી નવી જિંદગીમાં તે એવો ઓતપ્રોત થઈ જાય છે કે ઘર સાંભરતું બંધ થાય છે. તેને પોતાની સ્વતંત્ર રીતે જીવન જીવવા મળે છે અને પોતાની કલ્પના પ્રમાણે અમનચમન કરવા મળે છે એટલે ઘર માટેની એની લાગણી બુઠ્ઠી થઈ જાય છે. બીજી બાજુ ઘરની રજા લઈ શહેરમાં વ્યવસ્થિત રીતે નોકરી કરવા આવેલા છોકરાઓ વારંવાર ઘરને સંભારે છે, ઘરે જાય છે અને બચેલી રકમ માબાપને આપે છે, પરંતુ ભાગી નીકળેલા કે તરછોડાયેલા છોકરાઓનું એવું કશું અનુસંધાન ઘર સાથે રહેતું નથી.
રસ્તે રખડતા ભૂખે મરતા છોકરાઓમાં ચોરીનું વ્યસન વહેલું આવે છે. જેમ અનુભવ થાય તેમ એની હોશિયારી અને હિંમત વધતા જાય છે. મોટા અનુભવી છોકરાંઓ, ટોળકીના સરદારો એમને ખિસ્સા કાપવા માટે, સ્ત્રીઓના ગળાની ચેન ઝૂંટવવા માટે માલસામાનની ઉઠાંતરી કરવા માટે તાલીમ આપતા રહે છે. પુખ્ત ઉંમરના થતાં તેઓ લૂંટ-ચોરીના મોટા
શેરીનાં સંતાનો જ ૨૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org