________________
૩૨
નવી દવાઓ, નવી સમસ્યાઓ
કેટલાક સમય પહેલાં છાપાંઓમાં નીચેની કેટલીક ઘટનાઓ વાંચવામાં આવી હતી :
(૧) ન્યુઝીલૅન્ડની ઍરલાઈન્સના અમેરિકા જતા એક વિમાનમાં એક ઍર હૉસ્ટેસ ટોઈલેટમાં જઈ બધાં કપડાં કાઢી નાખી નગ્ન થઈને બહાર આવી અને સૂતેલા એક પેસેન્જ૨ને વળગી પડી હતી. તાત્કાલિક તપાસ કરતાં ઍ કંપનીના અધિકારીઓને એમ જાણવા મળ્યું હતું કે ઍરહૉસ્ટેસના આ અસભ્ય વર્તન માટે, પ્રવાસનો થાક ન લાગે અને સારો ‘મૂડ’ રહે એ માટે એણે લીધેલી દવાની ગોળીઓ જવાબદાર છે.
(૨) અમેરિકાની એક વિમાન કંપની પાસેથી લાંચ લેવાના આરોપસર જાપાનના તે સમયના ભૂતપૂર્વ વડાપ્રધાન તનાકા સામે કોર્ટમાં કેસ ચલાવનાર જાપાનના એક ન્યાયાધીશ પોતે એક સ્ટોરમાંથી ચોરી કરતાં પકડાઈ ગયા હતા. ભૂલનો એકરાર કરતાં તેમણે કહ્યું હતું કે પોતે જે દવાની ગોળીઓ લીધી હતી તેની અસરને કારણે આવું અપકૃત્ય પોતાનાથી થઈ ગયું હતું.
(૩) લોસ એન્જલસમાં યોજાયેલી ઓલિમ્પિક્સ સ્પર્ધાઓમાં ચન્દ્રકવિજેતા એવા ચારેક રમતવીરોના ચંદ્રક પાછા લઈ લેવામાં આવ્યા હતા, કારણ કે રમત પછી તરત જ લેવાયેલા તેમના પેશાબની દાક્તરી તપાસમાં જણાયું હતું કે તેઓએ શરીરમાં વધુ તાકાત આવે તે માટે કેટલીક પ્રતિબંધિત દવાઓ લીધી હતી. તેઓ કુદરતી શારીરિક તાકાતથી નહીં પણ દવાઓની ૨૬૪ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org