________________
તાકાતથી જીવ્યા હતા.
વર્તમાન સમયમાં પ્રતિ વર્ષ નવી નવી દવાઓની શોધ ચાલ્યા કરે છે. આપણું શરીર અને આપણું ચિત્ત એક યંત્ર જેવું છે. એમાં વિવિધ રસાયણો વિવિધ રીતે કામ કરતા હોય છે. કેટલાક રસાયણો ખૂટતાં કે વધી જતાં એક અથવા બીજા પ્રકારની બીમારી શરૂ થાય છે. આપણા શરીરમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. એમાં વૃદ્ધિ થતાં પણ કેટલાંક રોગો થાય છે. આધુનિક સાધનો વડે શરીરની સૂમ તપાસ કરી શકાય છે. બીમારીનું યોગ્ય નિદાન પણ થઈ શકે છે. અનેક પ્રકારની સુવિધા થતાં દુનિયાનું તબીબી વિજ્ઞાન ઝડપથી આગળ વધી રહ્યું છે. ભૂતકાળમાં જીવલેણ ગણાતા કેટલાક રોગો સર્વથા નાબૂદ થઈ ગયા છે. બીજી બાજુ, અગાઉ જે વિશે સાંભળ્યું નહોતું એવા કેટલાક નવા રોગો ઉત્પન્ન પણ થયા છે. અલબત્ત કેટલાક રોગો અગાઉ કદાચ અસ્તિત્વમાં હશે, પરંતુ તેનું ચોક્કસ નિદાન ત્યારે નહીં થતું હોય.
- શારીરિક અન્ય રોગોની વાત બાજુ પર રાખીએ, પરંતુ વર્તમાન જગતમાં વિવિધ પ્રકારના માનસિક રોગોનું પ્રમાણ વધતું જાય છે. એને માટે કેટલીક દવાઓ તથા વર્તમાન જીવનવ્યવસ્થા પણ ઘણે અંશે જવાબદાર છે. જે દેશો ભૌતિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઘણા આગળ વધવા લાગ્યા છે, તે દેશોમાં સગવડોને કારણે શારીરિક શ્રમ તદ્દન ઘટ્યો છે અને માનસિક શ્રમ ઘણો વધ્યો છે. મગજના વધુ પડતા ઉપયોગ અને બોજને કારણે માનસિક રોગો વધવા લાગ્યા છે, અને તે મટાડવા માટે લેવાતી અને એવી બીજી દવાઓને કારણે પણ એવા કેટલાક રોગો થવા લાગ્યા છે.
વર્તમાન સમયમાં ચિત્તશામક (ટ્રાન્ફિવલાઈઝર) એવી વિવિધ પ્રકારની દવાઓ બનવા લાગી છે. તેથી અનેક લોકોને ચિત્તની કૃત્રિમ શાંતિ મળે છે, સરખી ઊંઘ આવે છે, અને રોગ કાબૂમાં રહે છે. વર્તમાન સંકુલ અને વ્યગ્ર જીવનમાં અનેક પ્રકારના માનસિક પ્રશ્નો વ્યાપક પ્રમાણમાં ઉદ્દભવે છે. બેકારી, પતિ-પત્ની વચ્ચે અણબનાવ, શેઠ-નોકર વચ્ચેના ઝઘડા, વેપારમાં ખોટ અથવા લક્ષ્યાંક પૂરું કરવા માટેની તાલાવેલી, માનઅપમાનના પ્રસંગો, કૂડકપટ પકડાઈ જવાની બીક, હિંસક વેરભાવના, લજ્જા, ક્ષોભ, વ્યગ્રતા, અનિદ્રા, અતિશય માનસિક શ્રમ, સતત ઉજાગરા કરાવે એવી વ્યાવસાયિક પરિસ્થિતિ, અકારણ કે સકારણ ભય, એકના એક વિચારોનું વારંવાર ઘોળાવું, સતત એકલતા, અસહ્ય વિયોગ, સમય સાચવવાની ચિંતા, શક્તિ કરતાં વધુ જવાબદારીઓ વગેરેને કારણે માનસિક
નવી દવાઓ, નવી સમસ્યાઓ ઃ ૨૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org