________________
રહે. યુદ્ધમોરચે લાખો સૈનિકો મૃત્યુ પામે અને પુરુષોની સંખ્યા ઘટી જાય ત્યારે ચૌદ-પંદર વર્ષના છોકરાઓને લશ્કરી તાલીમ આપી યુદ્ધમોરચે ધકેલાય છે. અને બીજાં કામો માટે પણ બાળમજૂરોને કામે લગાડાય છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ વખતે કેટલાક દેશોમાં એવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
બાળમજૂરોની એક મોટી સમસ્યા તે જાતીય સતામણીની હોય છે. જે વ્યવસાયમાં બાળમજૂરોને ખાવાપીવા સાથે રહેવાનું પણ તે જ સ્થળે હોય છે અને તે સ્થળે મોટી ઉંમરના નોકરો પણ હોય છે તેવે સ્થળે નાના છોકરાઓની આ મોટા નોકરો જાતીય સતામણી કરતા હોય છે. કુમળા છોકરાઓ તેનો ભોગ બને છે, પરંતુ પૈસા મળતા હોવાના કારણે કે નોકરી છૂટી જવાના ભયને કારણે કે માર ખાવાની બીકને લીધે તેઓ કશું બોલી શકતા નથી અને આ જાળમાંથી છૂટી પણ શકતા નથી. કેટલેક સ્થળે કુમળી વયની છોકરીઓ, આવું કામ જ્યાં કરતી હોય છે ત્યાં આવી જાતીય સતામણીનો ભોગ બને છે. ક્યારેક આવી ઘટનાઓનાં ઉગ્ર પરિણામો આવે છે. કુમળાં બાળકો ભયંકર રોગના ભોગ બને છે.
દુનિયાનાં ઘણાં મોટાં શહેરોમાં બજારુ સ્ત્રીઓના વ્યવસાયમાં પણ બાળકોને નોકરીએ રાખવામાં આવે છે. તેઓની પાસે જાતજાતનાં કામો કરાવવામાં આવે છે. ક્યારેક તેઓ દલાલ તરીકે પણ કામ કરે છે. ક્યારેક તેઓ પોતે પણ જાતીય સતામણીનો ભોગ બને છે. આવાં કેટલાંક બાળકોમાં ખુદ બજારુ સ્ત્રીઓનાં બાળકો પણ હોય છે. આવાં બાળકો ઉપર કુમળી વયથી જ એવા કેટલાક ખરાબ સંસ્કાર પડે છે કે ભવિષ્યમાં તેઓ સારા નાગરિક બની શકે એવી સંભાવના ઘણી જ ઓછી રહે છે. પુખ્ત વયનાં ઘણાંખરાં પોતે એવા હલકા વ્યવસાયમાં જ ઘસડાય છે.
જેટલાં બાળકો મજૂરી કરે છે એટલાં બાળકો જો મજૂરી ન કરે તો પુખ્ત વયની ઉંમરના માણસોને તેટલો નોકરી ધંધો મળી રહે એવી દલીલમાં સત્ય રહેલું હોય તો પણ વ્યવહારમાં તે ઓછી કારગત નીવડે એવી છે, કારણ કે દરેક ઠેકાણે ફક્ત ઉંમરનો જ વિચાર નથી કરાતો. એની સાથે બીજી ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ સંકળાયેલી રહે છે. જ્યાં અસ્તિત્વ માટે જ સંઘર્ષ (struggle for existence) ક૨વો પડે છે ત્યાં નાનામોટાનો ભેદ રહેતો નથી. દરેક પોતાના અંગત સ્વાર્થથી જ દોરવાય છે. જે દેશમાં પુખ્ત વયના બેકાર લોકોનું પ્રમાણ વધુ હોય અને બાળમજૂરોનું પ્રમાણ પણ મોટું હોય તે દેશની આર્થિક અને સામાજિક
૨૭૮ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org