________________
પરિસ્થિતિનો ઊંડાણથી અભ્યાસ કર્યા પછી જ સુધારાઓ સૂચવી શકાય. બાળમજૂરોને દૂર કરવાથી તરત પુખ્ત વયના બેકારોને એટલી રોજી રોટી મળી જશે એવા ભ્રમમાં રહેવાય નહિ. ઊલટાનું એમ કરવા જતાં તો બેકારોનું પ્રમાણ વધી જવાનું જોખમ પણ રહે છે.
જે વેપાર-ઉદ્યોગમાં પચીસ, પચાસ કે સો બાળમજૂરોને રાખવામાં આવે છે એવા વેપારીઓની બાળમજૂરો માટે એક દલીલ એવી હોય છે કે બાળમજૂરો પાસે પોતે ધાર્યું કામ કરાવી શકે છે. એથી વેપારમાં પરિણામ સારું આવે છે. જો પુખ્ત વયના મજૂરો રાખવામાં આવે છે તો તેમાં કોઈક માથાભારે અને અવળચંડા પણ આવી જાય છે. તેઓ પોતે તો સરખું કામ કરતા નથી, પરંતુ તેઓ બીજા નોકરોને બગાડે છે અને કેટલીક વાર તો ચીજવસ્તુઓને જાણી જોઈને નુકસાન પહોંચાડે છે.
વળી પુખ્ત વયના મજૂરો સંપી જઈને ધીમું કામ કરે છે, હડતાલ પર ઊતરે છે, યુનિયનમાં જોડાઈને કાયદેસરની સમસ્યાઓ ઊભી કરે છે અને ધંધાને ઘણું નુકસાન પહોંચાડે છે, ધંધો બંધ કરવાનો વખત આવે છે. બાળમજૂરો રાખવામાં આવી કોઈ ચિંતા રહેતી નથી. આવા વેપારીઓની દલીલ પોતાના સ્વાર્થ પૂરતી હોય છે. વસ્તુત: તેઓ બાળમજૂરોને ઓછું વેતન આપી તેમની પાસેથી વધુ કલાક કામ કરાવી શોષણ કરવાનું લક્ષ્ય રાખતા હોય છે.
બાળમજૂરોની સમસ્યાઓનું કાયદાની દષ્ટિએ ગમે તેટલું નિરાકરણ કરવામાં આવે અને ગમે તેટલા પ્રતિબંધ ફરમાવવામાં આવે તો પણ જ્યાં સુધી ગરીબી છે અને બેકારી છે ત્યાં સુધી આ સમસ્યા સારી રીતે હલ કરી શકાશે નહિ. જ્યાં પેટનો ખાડો પૂરાય નહિ ત્યાં બાળકો આવી મજૂરી કરવા તરફ અવશ્ય દોડવાનાં. ક્યારેક તો કાયદાનો ભંગ કરીને પણ તેઓ તેમ કરવાનાં અને તે માટે તેમનાં માતાપિતાની સંમતિ પણ રહેવાની.
- બાળમજૂરી ઉપર કાયદા દ્વારા પ્રતિબંધ લાવી શકાય છે. પરંતુ એ કાયદાનું પાલન કરવું એટલું સહેલું નથી. જે દેશની આર્થિક સ્થિતિ નબળી હોય અને બેકારીનું પ્રમાણ ઘણું મોટું હોય એ દેશમાં બાળકોને મજૂરી કરતાં અટકાવવાથી સમસ્યા હળવી થતી નથી. સરકાર પાસે સરખી યોજના ન હોય અને તે માટે પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય તો એવા કાયદાઓ અને એવી અવાસ્તવિક યોજનાઓ માત્ર કાગળ ઉપર જ રહે છે. તેનું ધાર્યું પરિણામ આવી શકતું નથી. બાળમજૂરી ઉપરનો પ્રતિબંધ તો જ અસરકારક નીવડી શકે જો સરકાર પાસે ગરીબ કુટુંબોના જીવનનિર્વાહ
બાળમજૂરોની સમસ્યા ઝઃ ૨૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org