________________
એવી દવાની અસર હેઠળ ગુનાહિત અપકૃત્ય કરનાર માણસની સામે અદાલતમાં કામ ચલાવવામાં આવે તો તે અંગે પણ ભવિષ્યમાં કેટલાક પ્રશ્નો ઊભા થશે. ડૉક્ટરની સલાહ અનુસાર દવા લીધી હોય અને તે પછી ગુનાહિત કાર્ય થયું હોય, ડૉક્ટરને પૂછ્યા વગર પોતાની મેળે વધુ કે ઓછા પ્રમાણમાં દવા લીધી હોય અને તેની અસર હેઠળ ગુનો થયો હોય, ખરેખર ગુનેગાર હોય અને પોતે દવાની અસર હેઠળ ગુનો કર્યો છે તેવો ખોટો બચાવ કરે, (એના લોહી અને પેશાબનો રિપોર્ટ પણ ગેરમાર્ગે દોરવનારો હોય) તો આવા બધા કિસ્સાઓમાં એકસરખો ન્યાય તોળવાનું અઘરું થઈ પડશે. આ તો જાહેરમાં નોંધાય એવા કિસ્સાઓની વાત થઈ, પરંતુ અંગત જીવનમાં, ઘર અને કુટુંબોમાં. પડોશીઓ સાથે, મહેમાનોની સાથે, નોકર-નોકરાણી સાથે ખાનગીમાં અણછાજતું વર્તન કરી દેવાનું બહાનું કાઢનાર માણસની વાત તો જાહેરમાં કદાચ ન પણ આવે. આ અને આવી બીજી ઘણી સમસ્યાઓ આ નવી દવાઓ ઊભી કરતી જશે. શરાબના અતિ સેવનથી માણસ અસંબદ્ધ. બેહૂદું કે અસભ્ય વર્તન કરે છે, પરંતુ તે પહેલાં તેનો ચહેરો ચાડી ખાય છે. દવાઓના સેવનમાં તેવું બનશે ભવિષ્યની દવાઓ માણસ પાસે બિલાડી, કૂતરું, વાંદરો કે વાઘસિંહ જેવાં વાણી, વર્તન કે નરપિશાચ જેવું વર્તન નહીં કરાવે એમ કેમ કહી શકાય ?
દવા બનાવનારી કંપનીઓ માત્ર કમાણી કરવા તરફ જ લક્ષ્ય ન રાખતાં, લોકોના શારીરિક અને માનસિક આરોગ્ય પ્રત્યેની પોતાની નૈતિક, સામાજિક જવાબદારી પણ લક્ષ્યમાં રાખે એવી આશા વધુ પડતી ન ગણાય.
(સાંપ્રત સહચિંતન-૧)
નવી દવાઓ, નવી સમસ્યાઓ ૯ ૨૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org