________________
આવા દોસ્તારોની સોબત એકંદરે સારી નીવડતી નથી. તેઓ તરત બીડી-સિગરેટ પીતા થઈ જાય છે. ચલચિત્રો જોવાનો તેમને નાદ લાગે છે. કેટલાક તો વળી ચરસ-ગાંજો પીવા લાગે છે, કેટલાક દારૂ અને જુગારના અડ્ડા તરફ આકર્ષાય છે, કેટલાક ચોરી-દાણચોરીમાં સંડોવાય છે, અને ગુજરાન કરતાં વધુ પૈસા કમાવાના મળતાં કેટલાક નાની કાચી વયથી જ વેશ્યાવાડા તરફ ખેંચાય છે. કેટલાક જાતજાતના રોગનો ભોગ થઈ અકાળે મૃત્યુ પામે છે. ઘર છોડીને ભાગી નીકળેલા એવાં દુનિયાનાં અસંખ્ય બાળકોનું જીવન અંતે કરુણાંતિકા જેવું બની રહે છે.
એક અંદાજ પ્રમાણે દુનિયાભરના બાળમજૂરોના પચીસ ટકા જેટલા બાળમજૂરો ઘરનોકર તરીકે કામ કરે છે. ઝાડુ કાઢવું, વાસણ માંજવા, કપડાં ધોવાં વગેરે પરચૂરણ પ્રકારનાં ઘરકામ કરવા માટે બહુ મોટી આવડતની જરૂર પડતી નથી. આ બાળમજૂરોમાં છોકરીઓનું પ્રમાણ ઠીક ઠીક હોય છે. ઘરકામ કરવા માટે બાળમજૂરોને રાખવામાં કાયદાનો પ્રશ્ન બહુ નડતો નથી, કારણ કે એવી નોકરીમાં કોઈ કાયદેસરનું લખાણ હોતું નથી. મજૂરીની રકમ માટે લેખિત પહોંચ લેવાતી નથી. વળી એવાં ઘરોમાં એક-બેથી વધારે બાળકો જવલ્લે જ કામ કરતાં હોય છે. એટલે તેવા બાળમજૂરો કે તેમનો સમુદાય નજરે ચડતો નથી, કેટલાંય કુટુંબોમાં બાળમજૂરને કુટુંબના સભ્યની જેમ સારી રીતે રાખવામાં આવે છે. કેટલાંક કુટુંબોમાં તો દિવસ-રાત ત્યાં જ રહેવાનું હોય છે. તેમને ખાવા-પીવાનું અને કપડાં અપાય છે. કેટલાંય ઘરોમાં તો નાની છોકરીઓ કામ કરતી હોય છે. અલબત્ત બીજી બાજુ કેટલાંક ઘરોમાં બાળનોકરો પાસેથી નિર્દય રીતે કામ લેવામાં આવે છે. કેટલાંય ઘરોમાં લાચાર બાળકોને માલિકનાં ગાળ અને માર સહન કરવો પડે છે. માનવતાવિહોણું વર્તન હોવા છતાં બાળક કશું કહી શકતું નથી, કારણ કે નોકરી છોડવા જતાં ભૂખે મરવાનો વખત આવે છે.
સામાન્ય સરેરાશ બાળક સહેલાઈથી મજૂરી કરી શકે એવો અને જેમાં બુદ્ધિચાતુર્યની બહુ જરૂર ન હોય એવો બીજો વ્યવસાય તે ખાનપાનનો, હોટેલ, રેસ્ટોરાં, લૉજવશી વગેરેનો છે. નાનાં ગામડાંઓની નાની નાની હોટલો, રેસ્ટોરાંઓમાં ચોકરાઓ કામ લાગી જાય છે. આવી નોકરીમાં છોકરાઓને ખાવા-પીવાનું મળે છે એ એક મોટું આકર્ષણ બાળમજૂરોમાં હોય છે. ભલે વધ્યઘટ્યું ખાવાનું મળતું હોય તો પણ પોતાના પેટની ચિંતા બાળકને રહેતી નથી. નોકરીમાંથી પગાર મળે છે તેનો ઉપયોગ પોતાને
બાળમજૂરોની સમસ્યા - ૨૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org