________________
રોગો ઉત્પન્ન થાય છે. તેને માટે જાતજાતની દવાઓ શોધાઈ છે અને નવી નવી દવાઓ શોધાતી રહે છે. ઊંઘવા માટેની દવાઓ પણ નીકળી છે, અને જાગવા માટેની દવાઓ પણ નીકળી છે. અનુત્સાહ કે ક્ષોભ (depression)ના નિવારણની દવાઓનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. એથી અસંખ્ય લોકોને રાહત થઈ છે. પરંતુ આ દવાઓના અકારણ કે વધુ પડતા સેવનને કારણે જે બીજી કેટલીક માનસિક અસમતુલા સરજાય છે તેનું સર્વેક્ષણ જેટલું થવું જોઈએ તેટલું થતું નથી. તાત્કાલિક ઝાઝો નફો કરવા માટે કંપનીઓ દવાઓ ઉતાવળે પ્રચારમાં મૂકી દે છે. આવી કેટલીક દવાઓની વિપરીત અસરને કારણે ડાહ્યા માણસો પણ ક્યારેક અસભ્ય કે અણછાજતું વર્તન કરી બેસે છે.
અન્ય સ્ત્રી-પુરુષો પાસે અસભ્ય વર્તન કરાવવાને માટે અથવા તેમનો ગેરલાભ લેવાને માટે અથવા જાહે૨માં તેમને અપકીર્તિત કરવા માટે દુષ્ટ માણસો દ્વારા ગુપ્ત રીતે દારૂમાં કે ખાવાપીવામાં એવી દવાઓનું મિશ્રણ કરાય એ ભયસ્થાન જેવું તેવું નથી. શરાબની મોટી પાર્ટીઓમાં એવા કિસ્સા બનવા લાગ્યા છે.
દવા બનાવનારી કંપનીઓ વચ્ચે તીવ્ર રસાકસીભરી સ્પર્ધા ચાલે છે. પોતાની પેટન્ટ દવા ઝટઝટ બજારમાં મૂકી વધુમાં વધુ પૈસા કમાઈ લેવાની આકાંક્ષા કેટલીક કંપની ઓ રાખે છે. એને લીધે પ્રયોગો પૂરતા પ્રમાણમાં કરવામાં આવતા નથી અને દવાની લાંબે ગાળે શીશી માઠી અસર થાય છે તેનું નિરીક્ષણ કરવાની બહુ પરવા હોતી નથી. વળી, દવાના થોકબંધ વેચાણને માટે દવાના વેપારીઓ અને સેલ્સમૅનો દ્વારા એવો જબરો અને લલચાવનારો પુરુષાર્થ થાય છે કે કેટલાક ડૉક્ટરો જાણતાં-અજાણતાં તેનો શિકાર બને છે. એવા કેટલાક ડૉક્ટરો દ્વારા એવી દવાઓનાં પ્રિસ્ક્રિપ્શન લખાય છે. પરિણામે અનેક લોકો આવી દવાઓની માઠી અસરના ભોગ બને છે.
દવા બનાવતી કંપનીઓ વચ્ચે કેવી ખતરનાક સ્પર્ધા ચાલતી હોય છે તેનો એક કિસ્સો થોડા સમય પહેલાં અમેરિકામાં બન્યો હતો. પોતાની કંપનીની એક પેટન્ટ દવા અકસીર અને લોકપ્રિય નીવડી અને એનું વેચાણ વધવા માંડ્યું, પરંતુ પછીથી એ દવાની માઠી અસર થાય છે ફરિયાદો ચારે બાજુથી આવવા લાગી. એથી દવાની કંપનીને અને દવા બનાવનાર વૈજ્ઞાનિકને ઘણું આશ્ચર્ય થયું. દવાના બધા સ્ટોરોમાંથી તાબડતોબ એ દવા પાછી ખેંચી લેવામાં આવી. પાછી ખેંચી લીધેલી એ દવાઓમાંથી નમૂનારૂપે
૨૬૬ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org