________________
ખેલાડીઓની ખેલદિલી પણ ઘટે છે. અને ઈરાદાપૂર્વક અપ્રમાણિક રીતે રમવું પડે છે. એ રીતે પણ પાંચ દિવસની ટેસ્ટ મેચની નિરર્થકતા હવે ઘણાને જણાવા લાગી છે. ભારત જો એ રમવાનું સદંતર બંધ કરે તો પણ બીજા દેશો ઉપર એની અસર પડશે.
ક્રિકેટની ટેસ્ટ મેચો ખર્ચાળ પણ બનવા લાગી છે. ટેસ્ટ મેચોનું આયોજન કરનારને જાહેરખબર દ્વારા ઘણી મોટી આવક થાય છે તે સાચું, પણ તેની સામે જે સમય-નાણાનો સ્થૂળ-સૂક્ષ્મ ભયંકર દુર્વ્યય થાય છે તેની સરખામણીમાં તે લાભ ઘણો ઓછો છે.
ક્રિકેટનો શોખ આપણા દેશમાં એટલો બધો વ્યાપી ગયો છે અને આપણ લોકમાનસ અને સુશિક્ષિત માનસ એટલું બધું રૂઢ અને વળગણવાળું થઈ ગયું છે કે એની વિરુદ્ધ રજૂ કરેલા વિચારો તરત જુનવાણી અને ગલત લાગ્યા વગર રહે નહિ. પરંતુ જે દેશોમાં ક્રિકેટની રમત બિલકુલ રમાતી નથી અને જે દેશોની સમગ્ર સામાન્ય પ્રજાને ક્રિકેટમાં બિલકુલ રસ નથી એવા અમેરિકા, રશિયા, જાપાન, ચીન જેવા પ્રગતિશીલ દેશોમાં ફરીએ અને ત્યાંના રમતગમતના નિષ્ણાતો સાથે મુક્ત મને વિચાર વિનિમય કરીએ ત્યારે ક્રિકેટ માટેની આપણી વધુ પડતી ઘેલછાનું આપણને ભાન થયા વિના રહે નહિ. એમ થાય કે નહિ તો પણ ભારતની વર્તમાન આર્થિક, સામાજિક અને શારીરિક પરિસ્થિતિને લક્ષમાં લઈને ક્રિકેટ પ્રત્યેના આપણા અભિગમને બદલવાની આવશ્યકતા છે એમ તટસ્થ અને પ્રામાણિકપણે વિચારનાર અનુભવી રાષ્ટ્રહિતચિંતકોને લાગ્યા વગર રહેશે નહિ.
(સાંપ્રત સહચિતંન-૨)
૨૩૮ ૯ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org