________________
સુરંગો ગોઠવવાથી દરેક વખતે દુશ્મનના સૈનિકો જ મરે છે એવું નથી. યુદ્ધના દિવસોમાં કેટલીયે વાર પોતાની સુરંગોના પોતે જ ભોગ બન્યા હોય એવા દાખલા પણ બને છે. સુરંગ ગોઠવનારે થોડોક રસ્તો પોતાને માટે સાફ રાખવો જ પડે છે કે જેથી પોતાની અવરજવર માટે, અણીને પ્રસંગે ભાગવા માટે કામ લાગે. પરંતુ સુરંગો ગોઠવ્યા પછી જો એનો નકશો બરાબર પોતાની પાસે ન રાખ્યો હોય, એમાં ભૂલચૂક થઈ હોય તો ગરબડ થઈ જાય છે. કેટલીક વાર તો યુદ્ધમાં આગળ વધ્યા પછી જ્યારે અચાનક પીછેહઠ કરવાનો પ્રસંગ આવે છે ત્યારે પોતાના જ સુરંગવાળા વિસ્તારમાંથી ભાગવા જતાં સૈનિકોએ જાન ગુમાવ્યા હોય એવા બનાવો બને છે.
દુનિયાનો કોઈ દેશ એવો નહિ હોય કે જેની પાસે સુરંગ નહિ હોય. જ્યાં જ્યાં લશ્કર છે ત્યાં ત્યાં એના કોઠારમાં એને સુરંગો રાખવી જ પડે. વળી ભેખડો તોડવી, બુગદા બનાવવા, તૂટેલી ઈમારતનો કાટમાળ ખસેડવા સુરંગોનો વ્યાવસાયિક ઉપયોગ પણ થતો હોવાથી દરેક દેશ પાસે સુરંગો છે. પરંતુ જેટલા સુરંગ વાપરનારા દેશો છે તેટલા તેનું ઉત્પાદન કરનારા નથી. ગામઠી સુરંગો તો ગમે ત્યાં બનાવી શકાય, પરંતુ કારગત નીવડે એવી શક્તિશાળી સુરંગોનું મોટું ઉત્પાદન કરનારા દેશો ઘણા ઓછા છે. એમાં અમેરિકા, રશિયા બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટલી, ચીન, ઈઝરાયેલ જેવા પ્રગતિશીલ દેશો બહુ જ મોટા પાયા પર ઉત્પાદન કરી આખી દુનિયાને તે વેચે છે. મોટા દેશો જેવા કે અમેરિકા, ચીન અને રશિયાના લશ્કરી ભંડારોમાં કરોડો સુરંગો છે. એટલી સુરંગો રાખવી તેમને માટે અનિવાર્ય
વર્તમાન વૈજ્ઞાનિક પ્રગતિને કારણે સુરંગોને સાધક વડે શોધવાનું અશક્ય નથી. રડાર, માઈક્રોવેવ, લેસર વગેરે દ્વારા સુરંગો ક્યાં છે તે શોધી શકાય છે. પરંતુ જમીનમાં એક એક ફૂટે તપાસ કરવાનું કામ ખર્ચાળ, શ્રમ ભરેલું અને સમય ખાઈ જનારું છે. વળી એ કામ શાંતિના વખતમાં જ થઈ શકે, યુદ્ધ ચાલતું હોય ત્યારે નહિ, પરંતુ સુરંગ શોધ્યા પછી એને કાઢવાનું કામ ઘણું જોખમભરેલું છે. સુરંગને જમીનમાં જ નિરર્થક બનાવી નાખે એવાં સાધનો પણ અમલમાં નહિ આવે એમ નથી, પણ સુરંગ નિરર્થક થઈ ગઈ છે કે હજુ જીવંત રહી ગઈ છે એવી શંકા તો થવાની જ. અને માણસોને માથે ભય તોળાતો રહેવાનો. કેટલાક વૈજ્ઞાનિકો અને રાજનેતાઓએ એવું સૂચન કર્યું છે કે કારખાનાં
બહુસુરંગા વસુંધરા : ૨૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org