________________
૩૧
દવાઓમાં ગેરરીતિઓ
કેટલાક સમય પહેલાં અમેરિકામાં શરદી માટેની દવા SUDAFEDના કેપ્સ્યૂલમાં સાઈનાઈડ નામનું ઝેરી તત્ત્વ કોઈક દ્વારા ભેળવવાને કારણે કેટલાંક માણસો મૃત્યુ પામ્યાની ઘટનાએ ચકચાર જગાડી હતી. દવામાં આ તત્ત્વ કોણે ભેળવ્યું એ પ્રશ્ન છે. એ દેશમાં જાગૃતિ એટલી બધી છે કે ખુદ કંપનીએ પોતે જાહેરાત આપીને બજારમાંથી પોતાની દવા પાછી ખેંચી લીધી હતી. જેમણે એ દવા ખરીદી હોય પણ ન વાપરી હોય તેમને એ ન વાપરવા માટે ભલામણ કરવામાં આવી હતી તથા તે પાછી આપીને નાણાં પાછાં મેળવવા માટે પણ સૂચના આપીને હતી. એવો વહેમ પડ્યો હતો કે કોઈક ચક્રમ માણસે કેટલાક લોકોને મારી નાખવાનો આશય વેરભાવનો નહિ પણ એ પ્રકારની પોતાની માનસિક વિકૃતિને સંતોષવાનો હશે એમ મનાયું હતું.
Jain Education International
અગાઉ પણ કેટલીક દવાઓમાં બીજાઓ દ્વારા ઇરાદા પૂર્વક ભેળસેળ કરવાના કેટલાક બનાવો પશ્ચિમના દેશોમાં બન્યા હતા. પોતાની પ્રતિસ્પર્ધી કંપનીની દવા વધુ લોકપ્રિય બની હોય અને પોતાની દવા બરાબર ન ચાલવાને કારણે પોતાની કંપની ખોટમાં ધંધો કરતી હોય ત્યારે પ્રતિસ્પર્ધી કંપનીની જામેલી પ્રતિષ્ઠા બગાડી નાખવાના આશયથી એમ કરવામાં આવ્યું હોવાનું કેટલાક કિસ્સામાં જમાયું હતું. કેટલીક વાર દવાના કેપ્સ્યૂલની અંદર કે ઇન્જેક્શન માટેની બાટલીની અંદર ઈન્જેક્શન દ્વારા બીજી દવા ભેળવી દેવાય છે. કેટલીક વાર ખરાબ બનાવટી દવા બનાવીને એ કંપનીના
૨૫૮ * સાંપ્રત સમાજ-દર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org