________________
નામથી પૅકિંગ કરીને બજારમાં મૂકી દેવાય છે. સમૃદ્ધ વિકસિત દેશોમાં પણ આવી મેલી રમતો રમાય છે અને પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતાં કૌભાંડો થાય છે એ વિશેષ દુ:ખદ અને આશ્ચર્યકારક ઘટના લાગે છે.
વર્તમાન જગતમાં કોઈ પણ એક દેશના સંશોધનનો લાભ સમગ્ર દુનિયાને મળતો થયો છે. એથી દવાઓના ક્ષેત્રે પણ દુનિયાભરમાં ઘણીબધી પ્રગતિ થઈ છે. આયુર્વેદ, યુનાની, હોમિયોપથી, એલોપથી વગેરે પ્રકારની દવાઓ બનાવવાની ભિન્ન ભિન્ન પદ્ધથિઓનો નવાં સંશોધનો માટે પરસ્પર લાભ લેવાય છે. આયુર્વેદમાં અનેક પ્રકારની વનસ્પતિઓની રસાયણોના ગુણધર્મ અનુસાર ઉપચારો બતાવવામાં આવ્યા છે. એનો લાભ લઈ આધુનિક પ્રયોગ શાળામાં નવી પદ્ધતિથી નવા નવા પ્રયોગો કરીને નવી દવાઓ બનાવવાનું કાર્ય પણ ઘણું થઈ રહ્યું છે. હિમાલયમાં રહેતા કેટલાક વેપારીઓ દર વર્ષે હિમાલયમાં થતી વનસ્પતિઓની લાખો-કરોડો રૂપિયાની નિકાસ જર્મની, સ્વિટ્ઝરલૅન્ડ કે યુરોપના અન્ય દેશોમાં કે અમેરિકામાં કરે છે. પાશ્ચાત્ય દેશોના કેટલાક સંશોધકો આધારે આયુર્વેદના આધારે નવી દવાઓ તૈયાર કરી રહ્યા છે. નવાં વૈજ્ઞાનિક સ્વયંસંચાલિત સાધનોને કારણે કોઈ વનસ્પતિનાં પાંદડાં, મૂળિયાં, ડાળી, ફૂલ, ફળ વગેરેનો અર્ક મેળવવાનું કે બીજા અર્ક સાથે અમુક ડિગ્રીનું ઉષ્ણતામાન આપીને ભેળવવાનું કે અન્ય તત્ત્વમાં રૂપાંતરિત કરવાનું ઘણું સરળ બની ગયું છે. વળી, દુનિયાના લગભગ બધા દેશોમાં પ્રાચીન સમયથી કેટલાક ઘરગથ્થું ઉપચારો ચાલ્યા આવે છે. ડોશીમાનું વૈદુંના પ્રકારના આવા ઉપચારો ઉપરથી પણ આધુનિક સંશોધનો થાય છે. આથી સમગ્ર જગતમાં લોકોના આરોગ્યમાં સુધારો થતો જાય છે. વળી
તબીબી વિજ્ઞાનના ક્ષેત્રે તપાસ અને નિરીક્ષણ માટેનાં નવાં નવાં ઝડપી અને ચોકસાઈભર્યાં સાધનો શોધાતાં જાય છે. એથી મનુષ્યનું સરેરાશ આયુષ્ય પણ વધતું ગયું છે.
આવાં નવાં નવાં સંશોધનોને લીધે દવાઓના ક્ષેત્રે છેલ્લા ત્રણચાર દાયકામાં સેંકડો-હજારો નવી નવી દવાઓ પ્રચલિત બની છે. એક જ રોગ ઉપર એક જ પ્રકારના ઉપચારની જુદી જુદી કંપનીઓએ બનાવેલી એકસરખી પણ જુદા જુદા નામવાળી ઘણી દવાઓ બજારમાં આવે તો તેમાંથી કોઈક વધુ ખપે અને કોઈક ઓછી ખપે, આથી ગે૨૨ીતિઓને અવકાશ મળે.
કેટલાંક ઔષધોમાં માંદા માણસને સાજો અને તાકાતવાળો બનાવવાનો
દવાઓમાં ગે૨૨ીતિઓ * ૨૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org