________________
ઉપચારનો સ્વીકાર કરતા નથી.
વર્તમાન સમયમાં દવાઓના ક્ષેત્રે એક મોટું અનિષ્ટ તે પોતાની પેટન્ટ દવાઓમાંથી અઢળક ધન કમાઈ લેવાની વૃત્તિ છે. કેટલાક અસાધ્ય ગંભીર રોગો કે દર્દીની ગંભીર સ્થિતિને માટે શોધાયેલી નવી દવા તેના પેટન્ટ હકને લીધે અમુક જ કંપનીને તે બનાવવાનો હક હોય છે. એવી કેટલીક કંપનીઓ તેમાં એટલો બધો નફો કમાઈ લેવાની વૃત્તિ રાખતી હોય છે કે પોતાની પડતર કિંમત કરતાં પચાસ કે સો ગણા કે તેથી પણ વધુ ભાવ રખાય છે. લાચાર દર્દીઓને એ દવા લેવી જ પડે છે. સંશોધન કરનાર અને દવા બનાવનાર કંપનીઓને પોતાના સંશોધન પાછળ કરેલા ખર્ચને, વહીવટી તથા પ્રચારખર્ચને પહોંચી વળવા માટે તથા નવા સંશોધનના બજેટ માટે કોઈક દવાની વધુ કિંમત રાખવી પડે એ સમજી શકાય એવી વાત છે. પરંતુ જે કંપનીઓ વધુ પડતું ધન કમાઈ લેવાની વૃત્તિ રાખે છે એ અવશ્ય ટીકાપાત્ર છે. કેટલાક સંશોધકો પણ પોતાની નવી શોધને લાખો-કરોડો રૂપિયામાં દવા બનાવતી કંપનીને વેચે છે. જેમ આવા સંશોધકો હોય છે તેમ બીજી બાજુ ઈયન ફલેમિંગ જેવા માનવતાવાદી સંશોધક પણ હોય ચે કે જેમણે પોતાની પેનિસિલિનની શોધના કોઈ હક ન રાખતાં બધાંને તે બનાવવાની છૂટ આપી હતી કે જેથી સસ્તા દરે એ દવા બધાંને મળી શકે.
પાશ્ચાત્ય દેશોમાં દવા બનાવતી કેટલીક કંપનીઓ પોતાની પેટન્ટ દવામાંથી મોટી કમાણી કરી લીધા પછી નવી નવી દવાઓ બનાવવા તરફ
જ્યારે વળે છે અથવા દવાની નકલ થવાનો ભય હોય છે ત્યારે કે અન્ય કારણે પોતાની પેટન્ટ દવાની ફોર્મ્યુલા બીજી કંપનીઓને વેચે છે. આવી રીતે બનાવાતી દવાઓને ત્યાં Generic Drugs તરીકે ઓળખવામાં આવે છે. તેના ભાવ ઘણા ઓછા છે. કારણ કે સ્પર્ધાને કારણે નફાનું પ્રમાણ ઓછું રાખવું પડે છે. પરંતે એવી Generic Drugs બનાવતી કેટલીક કંપનીઓ ફોર્મ્યુલા પ્રમાણે દવા ન બનાવતાં, કંઈક તત્ત્વો ઓછાં નાખીને કે ન નાખીને, ખર્ચ બચાવી સસ્તા ભાવે દવા વેચે છે. એથી દર્દીને દવા બનાવવા તરફ વળે છે.
દુનિયાના કેટલાક દેશોમાં નશીલી દવાઓનું કાયદેસર કે ગેરકાયદે ઉત્પાદન વધતું ચાલ્યું છે. રમતગમતમાં ભાગ લેનારાઓમાં સ્ટેરોઈડ્યુક્ત દવાઓ લેવાનું વલણ વધ્યું છે કે જેથી પોતે વધુ તાકાત અનુભવે અને વિજયી બની શકે. એવા પકડાયેલા ખેલાડીઓને અપાત્ર ઠરાવવામાં આવે
દવાઓમાં ગેરરીતિઓ - ૨૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org