________________
બનવો જોઈએ. સરકારે પોતાનાં માધ્યમો દ્વારા અન્ય રમતોના શ્રેષ્ઠ ખેલાડીઓને વધુ પ્રસિદ્ધિ આપવી જોઈએ. દેશના લાડીલા રમતવીરોમાં માત્ર ક્રિકેટવીરો જ નહિ, અન્ય ખેલાડીઓને પણ સારું સ્થાન મળે એવી યોજનાઓ કરવી જોઈએ. રમતગમતની બધી જ હોશિયારી માત્ર ક્રિકેટના ખેલાડીઓમાં જ હોય છે એવો પ્રજાનો ભ્રમ દૂર થવો જોઈએ. બલકે ક્રિકેટ કરતાં પણ વધુ તાકાત અને હોશિયારીની જરૂ૨ અન્ય રમતવીરોમાં હોઈ શકે છે, એવું કોઈને પણ અન્યાય ન થાય એ રીતે દર્શાવી આપવું જોઈએ. ભારતમાં બીજા કેટલાક દેશોની જેમ અને ક્યારેક બીજા દેશો કરતાં પણ વધુ મહત્ત્વ ક્રિકેટને સરકાર દ્વારા અપાઈ રહ્યું છે. એટલે આટલા મોટા રાષ્ટ્રના રમતવીરો તે માત્ર ક્રિકેટના ખેલાડીઓ જ એવી છાપ સમગ્ર દેશોમાં ઊભી થઈ ગઈ છે. ખેલાડીઓના ફોટાઓ અને એમના જીવનની નાનીમોટી હકીકતો કે સિદ્ધિઓ છાપાંઓમાં, સામયિકોમાં વખતોવખત છપાયા કરે છે. છાપાંઓ અને દૂરદર્શનની જાહેરખબરોમાં પણ તેઓના ફોટા આવ્યા કરે છે. લોકો સમક્ષ આદરપાત્ર ખેલાડીઓ તે આ માત્ર ક્રિકેટરો જ છે, એવી જે અસમતુલ છાપ સમગ્ર દેશમાં સરકાર અને અન્ય માધ્યમો દ્વારા ઊભી થઈ છે, એને પરિણામે ફૂટબોલ, હોકી, ટેનિસ જેવી આંતરરાષ્ટ્રિય રમતો ઉપરાંત દોડવા-કૂદવા કે તરવાની રમતોના ભારતીય ખેલાડીઓને ઘણો અન્યાય થઈ રહ્યો છે. દૂરદર્શન તથા છાપાંઓ અને અન્ય માધ્યમોએ પણ પોતાના અભિગમને બદલવાની જરૂર છે.
ક્રિકેટને વધુ પડતું મહત્ત્વ અપાવાને કારણે ઓલિમ્પિકની રમતોમાં ભારતનો દેખાવ ઘણો નિરાશાજનક રહ્યા કર્યો છે એ દુર્ભાગ્યની વાત છે. ભારત પાસે જે વિશાળ માનવસંપત્તિ છે તે જોતાં ઘણી બધી રમતોમાં તે શ્રેષ્ઠ ખેલાડીને મેળવી-કેળવી શકે એમ છે. ચીન, રશિયા કે અમેરિકા જેવા દેશો જેટલી સિદ્ધિ ૨મતગમતમાં મેળવી શકે છે તેથી વધુ મેળવવાની ક્ષમતા ભારત પાસે હોવી ઘટે છે. પરંતુ એ દિશામાં સરકારી સ્તરે લક્ષ અપાયું નથી. રાજ્યોની અને કેન્દ્ર સરકારની રમત ગમત માટેની સમિતિઓ છે, પરંતુ તેમાં ગતાનુગતિક વિચારણા અને સ્થાપિત હિતોનું વર્ચસ્વ વિશેષ ભાગ ભજવે છે.
પાંચ દિવસની ટેસ્ટમેચનો જમાનો હવે ઘસાવા લાગ્યો છે. એની નિરર્થકતા રમનારાઓને પણ સમજાવા લાગી છે. બધા દેશોમાં પાંચ દિવસ રમાતી ટેસ્ટ મેચોનાં પરિણામનું બધી મેચોનું જો પૃથક્કરણ કરવામાં આવે તો પચાસ ટકા કરતાં વધુ મેચ ડ્રોમાં ગઈ હોય એવું જોવા મળશે. એમાં
ક્રિકેટનો અતિરેક ૨૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org