________________
સિગરેટનું પ્રભુત્વ કેટલું બધું રહે છે એ આવા પ્રસંગે ઘણાને જોવા મળતું.
માણસમાં જ્યારે કમાવાની ધૂન મચે છે ત્યારે લોકોના આરોગ્યની એને બહુ ચિંતા રહેતી નથી. તમાકુની ખેતી કરવાવાળા ખેડૂતો, તમાકુના વેપારીઓ, બીડી-સિગરેટ વેચનારા દુકાનદારો, બીડી-સિગરેટ બનાવનારા કારખાનાંઓ કે મોટાં મોટાં બહુરાષ્ટ્રીય ઉદ્યોગગૃહો - દરેકને કમાવાની લાલચ ઘણી મોટી છે. કોઈને નુકસાન કરવું ગમતું નથી અને સારું કમાવા મળતું હોય ત્યાં સુધી એ વ્યવસાય છોડવો ગમતો નથી. સિગરેટ બનાવતી મોટી મોટી કંપનીઓ તો એ માટે પ્રચારકાર્ય પાછળ ઘણાં નાણાં ખર્ચે છે. જરૂર પડે તો સરકારી સ્તરે મોટી લાંચ પણ અપાય છે. આવી કેટલીક કંપનીઓએ બરખાસ્ત થયેલા સોવિયેટ યુનિયનના દેશોમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો છે. સ્થાનિક બનાવટની સિગરેટ સસ્તી હોય અને પોતાની સિગરેટ મોંઘી હોય તો સ્પર્ધામાં ઊભા રહી ન શકાય. એનો રસ્તો એ કંપનીઓએ એવો શોધ્યો કે દરેક સ્થળે સિગરેટ બનાવતી સ્થાનિક કંપની મોંમાગ્યા ભાવ આપીને ખરીદી લેવી અને થોડા વખતમાં સ્થાનિક બ્રાન્ડ બંધ કરી પોતાની બ્રાન્ડ ચાલુ કરી દેવી. એના પ્રચાર પાછળ ઘણી મહેનત થાય છે અને અનેક લોકોને સિગરેટ પીતા કરી દેવાય છે. લોકોના આરોગ્યની એમને ચિંતા નથી હોતી. વધુમાં વધુ લોકો સિગરેટ પીતા થાય એ જ એનું લક્ષ્ય હોય છે
સિગરેટ વિરુદ્ધ પ્રચાર થવાને લીધે પ્રતિવર્ષ દુનિયામાં લાખો માણસો બીડી-સિગરેટ પીવાનું છોડી દે છે. તેમાં પણ ઘણી વ્યક્તિઓ નછૂટકે ડૉક્ટરની સલાહને કારણે અને જીવલેણ રોગની ચિંતાને કારણે, સ્વેચ્છાએ કે અનિચ્છાએ સિગરેટ પીવાનું છોડી દે છે. પરંતુ બીજી બાજુ પ્રતિવર્ષ લાખો યુવાનો કુતૂહલને ખાતર, શોખને ખાતર, મોટા (adult તથા civiliged એમ બંને અર્થમાં) દેખાવાને ખાતર, દેખાદેખીથી મિત્રો સાથે અથવા ખાનગીમાં એકલા એકલા સિગરેટ પીતા થઈ જાય છે. શોખ ક્યારે વ્યસનમાં પરિણમે છે. તેની કેટલાકને ખબર પડતી નથી. દુનિયામાં વ્યસનીઓની સંખ્યામાં આમ સરવાળે ફરક ઓછો પડે છે.
અમેરિકાના બીજા ગમે તેટલા દોષ બતાવવામાં આવે, પરંતુ એક બાબતમાં એને હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા વિના રહી શકાતું નથી. એ છે સિગરેટનું વ્યસન દૂર કરવા માટે એણે કરેલો ભારે પુરુષાર્થ. એણે લોકમત કેળવીને તથા સરકારી કાયદાઓ કરીને સિગરેટને હાંકી કાઢવાનો જબરો પુરુષાર્થ કર્યો છે અને હજુ પણ એ ચાલુ જ છે. અમેરિકા ધનાઢ્ય
૨૨૮ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org