________________
ક્રિકેટની રમત માટે અનાવશ્યક અતિરેક થઈ રહ્યો છે.
ક્રિકેટ એ ઇંગ્લેન્ડની રાષ્ટ્રિય રમત છે. અંગ્રેજોએ દુનિયાભરમાં જ્યાં જ્યાં પોતાનું સામ્રાજ્ય જમાવ્યું ત્યાં ત્યાં ગુલામ રાજ્યોમાં તેઓ પોતાની આ રાષ્ટ્રિય રમત લઈ ગયા. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગલાદેશ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ વગેરે દેશોમાં ક્રિકેટ અતિશય લોકપ્રિય રમત રહી છે. બ્રિટિશ સામ્રાજ્યવાદના અસ્ત પછી પણ ક્રિકેટનું આકર્ષણ ઘટ્યું નથી. બલકે ઝડપી વિમાન-વ્યવહાર, અનુકૂળ આબોહવાવાળાં સ્થળોની પસંદગી વગેરેની લીધે પાંચ-સાત દેશોની અંદરઅંદરની વારાફરતી સ્પર્ધાઓને લીધે પહેલાં કરતાં ક્રિકેટની રમતનું પ્રમાણ ઘણું વધી ગયું છે. દૂરદર્શન ઉપર આખો દિવસ-આખી મેચ એક અથવા બીજા દેશમાં રમાતી બતાવવાને કારણે જોનારાઓની સંખ્યા પણ ઘણી બધી વધી ગઈ છે. એક દૃષ્ટિએ આ ઘણી મોટી સગવડ થઈ છે, મનોરંજનનું મોટું સાધન પ્રાપ્ત થયું છે, અનેક વૃદ્ધો અને નવરા માણસોનો સમય આનંદમાં પસાર થાય છે, એ એના ગુણપક્ષે છે. વળી, ક્રિકેટ રસાકસી ભરી, ઉત્તેજનાભરી, રસમય રમત છે, પ્રેક્ષકની નજરને તે સતત પકડી રાખે છે. ખેલાડીઓ માટે તે ચપળતા, સ્કૂર્તિ, સમયસૂચકતા, દક્ષતા વગેરે ગુણોને ખીલવનારી રમત છે. મર્યાદિત પ્રમાણમાં તે રમાય તે અવશ્ય આવકારદાયક છે, પરંતુ વર્તમાન સંદર્ભમાં મને લાગે છે કે ભારતમાં ક્રિકેટનો અતિરેક થઈ રહ્યો છે.
ચતુર અંગ્રેજોએ પોતાના સામ્રાજ્યમાં આવેલા દેશોમાં સામાન્ય પ્રજા માટે ક્રિકેટની રમત દાખલ કરી, પરંતુ એ દેશોમાં પોતાના લશ્કરના સૈનિકો માટે ક્રિકેટની રમત દાખલ ન કરી કે ન ફરજિયાત બનાવી. બીજી કેટલીક રમતો લશ્કરમાં ફરજિયાત બનાવવામાં આવી છે. સૈનિકો જો ક્રિકેટના રસિયા થઈ જાય તો બેઠાડું, પ્રમાદી થઈ જાય અને સંરક્ષણ નબળું પડી જાય એટલી દીર્ધદષ્ટિ એમણે ત્યારે પણ પોતાના સંરક્ષણાત્મક સ્વાર્થ માટે ધરાવી હતી અને બીજી બાજુ, એક મત પ્રમાણે, ગુલામ પ્રજાને બેઠાડું અને રોકાયેલી રાખવાની તરકીબ ક્રિકેટના પ્રચાર દ્વારા શોધી કાઢી હતી.
ક્રિકેટની રમતમાં બંને પક્ષે મળીને ૨૨ ખેલાડીઓ હોય છે, પરંતુ કોઈ પણ વખતે સક્રિયપણે રમનાર તો માત્ર ત્રણ-ચાર કે પાંચ-સાત ખેલાડીઓ જ હોય છે. ઇંગ્લેન્ડના જ એક વિચારકે કહ્યું છે કે ક્રિકેટ એ બાવીસ મૂર્ખાઓની રમત છે. તે જોવા માટે સ્ટેડિયમમાં બાવીસ હજારથી વધુ મૂર્ખાઓ ભેગા થાય છે અને બાવીસ લાખથી વધુ મૂર્ખાઓ ટી. વી. પર તે જોવા માટે બેસી રહે છે. અંગ્રેજ કવિ રુડ્યાર્ડ કિપ્લિગે ક્રિકેટની
ક્રિકેટનો અતિરેક ૯ ૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org