________________
હાંસી ઉડાવતાં લખ્યું હતું. કે, “Criket is casting a ball at three straight sticks and defending the same with a fourth.'
અંગ્રેજોએ કેટલાય દેશોને રાજદ્વારી ગુલામીની સાથે સાથે સાંસ્કૃતિક ગુલામી પણ આપી. અંગ્રેજી ભાષા, રમતગમત, તુમારશાહી વહીવટીતંત્ર, રહેણીકરણીના રીતરિવાજો વગેરેનો પ્રભાવ બ્રિટિશ સામ્રાજ્યવાદના દેશોમાં ઘણો પડ્યો છે.
રાજદ્વારી ગુલામીમાંથી ઘણા બધા દેશો મુક્ત થઈ ગયા, પરંતુ સાંસ્કૃતિક ગુલામીના પ્રભાવમાંથી મુક્ત થવાનું સહેલું નથી. ભારત હજુ માનસિક રીતે બ્રિટનનું ગુલામ રહ્યા કર્યું છે એમ કેટલાય રાષ્ટ્રવાદી વિચારકો જે માને છે એમાં તથ્ય નથી એમ નહિ કહી શકાય. સ્વતંત્રતા મળ્યા પછી ભારતે પોતાની સાંસ્કૃતિક અસ્મિતાનો પ્રભાવ જેવો અને જેટલો આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે પાડવો જોઈએ તેટલો પાડ્યો નથી. સ્વતંત્ર ચીન માટે એમ નહિ કહી શકાય.
દુશ્મન રાજ્ય કે પ્રજાના ઉત્તમ ગુણો ન અપનાવવા જોઈએ એવી માન્યતા સાચી નથી. એ અપનાવવામાં પણ ભયસ્થાનો નથી હોતાં એમ પણ ન કહી શકાય. ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. પરંતુ એને આઝાદીના આરંભથી એવી નેતાગીરી સરકારી સ્તરે સાંપડ્યા કરી કે જેને કારણે વહીવટી તંત્રમાંથી અંગ્રેજી ભાષાને તિલાંજલિ આપી શકાઈ નહિ. એવી જ રીતે ક્રિકેટને બદલે રાષ્ટ્રિય રમતોને જે ગૌરભર્યું સ્થાન અપાવવું જોઈએ તે પણ આપી શકાયું નથી.
દુનિયાની અડધા કરતાં વધુ પ્રજાને ક્રિકેટમાં બિલ કુલ રસ નથી. કરોડો લોકો દુનિયામાં એવા છે કે જેમણે ક્રિકેટનું નામ સુધ્ધાં સાંભળ્યું નથી. અમેરિકા, રશિયા, જર્મની, ફ્રાન્સ, ઇટલી, ચીન, જાપાન, કોરિયા વગેરે દેશોમાં ક્રિકેટને જરા પણ સ્થાન મળ્યું નથી. એથી પોતાના દેશમાં રમતગમતના ક્ષેત્રે કશુંક મહત્ત્વનું ખૂટે છે એવું એ દેશોને હજુ સુધી લાગ્યું નથી. ત્યાં ફૂટબોલ, હોકી, બેઝબોલ, ટેબલ ટેનિસ વગેરે રમતો ઉપરાંત જીમખાનામાં અંદર રમવાની (Indoor) રમતો તથા તરવું, દોડવું, કૂદવું, વજન ઊંચકવું વગેરે પ્રકારની, વ્યાયામના પ્રયોગો તથા શરીર કસાય એવી રમતોને મહત્ત્વનું સ્થાન અપાય છે. એથી યુવાન પ્રજાનું શરીર-ઘડતર સારું થાય છે અને એ પ્રકારની પ્રવૃત્તિઓ તરફ તેનું મન આકર્ષાય છે. દેશની શરીર-સંપત્તિની દૃષ્ટિએ એ આવશ્યક છે. ભારતના યુવાનોની શરીર-સંપત્તિ એકંદરે જોઈએ તો જરા પણ પ્રશંસાપાત્ર રહી નથી. ભારત માટે તો
૨૩૪ X સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org