________________
સિગરેટને પણ સમગ્ર દુનિયામાંથી તિલાંજલિ આપવાનું અશક્ય છે.
અમેરિકામાં સિગરેટનું પ્રમાણ ઝડપથી ઘટતું જાય છે એ સાચું અને એ દાવો કરે છે કે ઈ. સ. ૨૦૦૦ પહેલાં તો આખી દુનિયામાં અમેરિકા એક એવો દેશ હશે કે જ્યાં સિગરેટ લગભગ પીવાતી નહિ હોય. અમેરિકાનું એ સ્વપ્ન સાચું પડે એમ આપણે હૃદયપૂર્વક ઇચ્છીએ. પરંતુ આખી દુનિયામાંથી સિગરેટ નિર્મૂળ થવી શક્ય નથી, કારણ કે સિગરેટના અસ્તિત્વને ટકાવી રાખનારાં ત્રણ મોટાં પરિબળો છે : (૧) સિગરેટના વ્યવસાયમાં પડેલા દુનિયાના તમામ વેપારીઓ, ઉદ્યોગપતિઓ સારી કમાણી આપતો એ વ્યવસાય એકસાથે ક્યારેય નહિ છોડે. દુનિયાની બધી સરકારો તમાકુ-સિગરેટના વ્યવસાય ઉપર કાયદેસર પ્રતિબંધ લાવે (જે ક્યારેય થવાનું નથી) તો પણ વેપારીઓ - ઉદ્યોગપતિઓ ગેરકાયદે એ વેપાર ચલાવશે. (૨) જ્યાં સુધી તમાકુ-સિગરેટ ઉપરના કરવેરા દ્વારા કેટલાયે દેશોની સરકારોને પોતાના બજેટમાં ઘણી સારી આવક થાય છે ત્યાં સુધી તે તે દેશોની સરકારો એ વ્યવસાય ઉપર પ્રતિબંધ નહિ લાવે. એમ કરવા જતાં કરવેરાની આવક તો જાય. તદુપરાંત પોતાના રાષ્ટ્રના એ વ્યવસાયમાં પડેલા લાખો, કરોડો વેપારીઓ, મજૂરો, ડિસ્ટ્રિબ્યુટરો તથા તેને લગતી સામગ્રી બનાવનારા અને વેચનારા બેકાર બને તો એટલા વ્યવસાયો પૂરા પાડવાનું સરકારો માટે સહેલું નથી. (૩) જ્યાં સુધી યુવાનોમાં નવા નવા શોખની વૃત્તિ છે, જ્યાં સુધી તમાકુ- સિગરેટમાં માદકતાનું તત્ત્વ રહેલું છે ત્યાં સુધી દુનિયાના તમામ યુવાનો તમાકુ-સિગરેટને અડવાનું એક સાથે સદંતર બંધ કરી દે એ ક્યારેય બનવાનું નથી. પેઢી-દર-પેઢી તમાકુ સિગરેટનું વ્યસન ઊતરતું ચાલવાનું.
આમ લેડી નિકોટિનનું વર્ચસ્વ દુનિયાના લોકો ઉપર રહ્યા કરવાનું એટલે લેડી નિકોટિન સાથે સામુદાયિક છૂટાછેડા સરળ નથી. અલબત્ત વ્યક્તિગત છૂટાછેડા અઘરા નથી. આપણે વ્યક્તિગત છૂટાછેડાની દિશામાં ભવ્ય પુરુષાર્થ કરતા રહીએ અને સામુદાયિક છૂટાછેડાની જ્યાં યોજના કે પ્રવૃત્તિ થતી હોય ત્યાં તેને પ્રોત્સાહન અને સહકાર આપતા રહીએ એ જ અત્યારે ઇચ્છવું રહ્યું. - તમાકુનું આગમન થયું ત્યારે એનાં પ્રશસ્તિવચનો લખાયાં તેમ તમાકુની હાનિકારકતા દેખાયા પછી એના નિષેધ માટે વચનો પણ લખાયાં. એક કવિએ શ્લેષપૂર્વકની રચના કરતાં કહ્યું છે :
૨૩૦ - સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org