________________
પોતે વ્યસની ન હોઈ શકે અને હોય તો તેમનો પ્રભાવ ન પડે. યુરોપ અમેરિકામાં કોઈક કોઈક ખ્રિસ્તી પાદરીઓ સિગરેટ પીતા હોય છે. ભારતમાં કોઈ કોઈ હિન્દુ સંન્યાસીઓ કે મુસલમાન ફકીરો ચરસ-ગાંજા પીતા હોય છે. કોમ તરીકે શીખ અને પારસી લોકો ધર્મને કારણે સિગરેટને અડતા નથી. જૈનોમાં, વૈષ્ણવોમાં, સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોમાં એકંદરે સિગરેટનું વ્યસન નહિ જેવું જ જોવા મળે છે.
લશ્કરમાં સૈનિકો અને લશ્કરી ઑફિસરોને એકંદરે સિગરેટ ન પીવાની ભલામણ કરવામાં આવે છે. હજુ ઑફિસરો તો કોઈ કોઈ ઠેકાણે સિગરેટ પીતા જોવા મળશે. અને તે પણ સિનીઅર ઑફિસરની હાજરીમાં નહિ, અથવા તેની પરવાનગી વિના તો નહિ જ. પરંતુ સૈનિકોને સિગરેટની ટેવ ન લાગુ પડે એ તરફ વધુ લક્ષ આપવામાં આવે છે, કારણ કે યુદ્ધના મોરચે ખોરાક અને શસ્ત્ર-સરંજામનો પુરવઠો માપી માપીને જ્યાં મોકલાય છે ત્યાં સિગરેટની તો વાત જ શી કરવી ? વ્યસની સૈનિકોને જો તલપ લાગે ત્યારે સિગરેટ ન મળે તો યુદ્ધના મોરચે બરાબર લડી શકે નહિ. આ એક કારણ તો ખરું જ, પરંતુ રાતને વખતે યુદ્ધના મોરચે કોઈ સૈનિક જો સિગરેટ પીતો હોય તો તેના લાલ અંગારાનો રંગ ઘણે દૂરથી દેખાઈ જાય છે અને એથી સૈનિકોની ટુકડીએ ક્યાં મોરચો લીધો છે તે સ્થળ અંધારામાં પણ દુશ્મનો તરત પકડી પાડે છે.
તંબાકુનો ધુમાડો ભારે નુકસાન કરે છે. પરંતુ બધા જ પ્રકારનો ધુમાડો અલબત્ત, નુકસાનકારક નથી. કેટલાકથી લાભ પણ થાય છે. અગરબત્તી, લોબાન વગેરેના ધુમાડામાં એટલું નુકસાનકારક તત્ત્વ નથી, મારા પિતાશ્રીને એક ઔષધિનો ધુમાડો નાક વાટે લેતાં દમનો રોગ કાયમ માટે મટી ગયો હતો.
આયુર્વેદ પદ્ધતિથી હાડકાંના દર્દીઓની સારવાર કરનાર ડૉક્ટર જમશેદ પીઠાવાલા પાસે એક વખતે હું માથાના એક બાજુના દુ:ખાવા માટે ગયો હતો. ત્યારે ડૉક્ટરે કહ્યું કે શરદી અને આધાશીશીના કારણે પણ એક બાજુનું માથું દુખતું હોય છે. તેમણે મને કહ્યું, “એક પ્રયોગ તમને બતાવું છું. એ માટે તમારે સિગરેટ પીવી પડશે.” મેં કહ્યું, “ડૉક્ટર, હું સિગરેટ પીતો નથી. આજીવન સિગરેટ ન પીવાની મારી શાળાના વખતની લીધેલી પ્રતિજ્ઞા છે.”
ડૉક્ટરે કહ્યું, ‘પણ આ જુદી જાતની સિગરેટ છે. એ પીવાથી તમારા નિયમનો ભંગ નહિ થાય.” એમ કહી ડૉક્ટરે મને એક વનસ્પતિની
૨૨૬ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org