________________
લલચાય છે. કેટલાક વેઈટરો-બેરોને પણ પાર્ટી પતી ગયા પછી, બધાના વિખરાયા પછી, વધેલી સિગરેટ પડી હોય તો ત્યાં ને ત્યાં બે-પાંચ સિગરેટ પી લેવાની, શક્ય હોય એટલી ખિસ્સામાં નાખવાની ટેવ હોય છે.
એક બાજુ નિયમ પાળવો અને બીજી બાજુ સિગરેટ પણ પીવી એ બે વચ્ચે માણસનું મન સંતાકૂકડી રમતું હોય છે. કેટલાક માણસો યુક્તિપૂર્વકના નિયમ લે છે. માર્ક ટ્રવેઈને મજાકમાં કહ્યું છે : “It has always been my rule never to smoke when asleep and never to refrain when awake. Moreover, I have made it a rule never to smoke more than one cigarat a time.'
સિગરેટ તમાકુ વગેરે અશોભનીય વ્યસનો હોવાથી સમજુ માણસો એનાથી એકંદરે દૂર રહ્યા છે. સારું છે કે આરંભકાળથી ભદ્ર સ્ત્રીઓ સિગરેટના વ્યસનથી બહુ આકર્ષાઈ નથી. એટલે એકંદરે આ વ્યસન પુરુષોનું છે. અલબત્ત, સ્ત્રીઓને આકર્ષવા માટે લેડિઝ બ્રાન્ડની સિગરેટો પ્રચારમાં આવી છે, પરંતુ એથી તેઓમાં ખાસ વધારો થયો નથી. સમૃદ્ધ દેશોમાં
જ્યાં સ્ત્રી અપરિણીત હોય અને પોતાની આજીવિકા પોતે મેળવતી હોય અને એને કોઈ રોકનાર- ટોકનાર ન હોય તો એવી સ્ત્રીઓમાં સિગરેટનું વ્યસન દાખલ થઈ જાય છે. સમૃદ્ધ દેશોમાં છૂટાછેડા લીધા પછી એકલી રહેતી સાધન-સંપન્ન સ્ત્રીઓ પોતાની એકલતાનો સમય પસાર કરવા અને માનસિક વ્યથા ભૂલવા સિગરેટનો આશ્રય લે છે. અનેક પુરુષોના સમાગમમાં આવનાર બજારુ સ્ત્રીઓને પણ આ વ્યસન લાગુ પડે છે. ભારતમાં બીજા કેટલાયે દેશોમાં નીચલા વર્ણની સ્ત્રીઓને બીડી પીવાની ટેવ પડે છે. ગંદા શૌચાલયો સાફ કરવાનો વ્યવસાય કરનારી સ્ત્રીઓ શૌચાલયની દુર્ગધથી બચવા બીડીનો આશ્રય લે છે. સમૃદ્ધ દેશોની આધુનિક ગણાતી અથવા પોતાને આધુનિક કહેવડાવતી શોખીન મહિલાઓ જ માત્ર સિગરેટ પીએ છે એવું નથી. નીચલા ઘરની ગરીબ મહિલાઓ પણ બીડી પીએ છે. અલબત્ત એનું પ્રમાણ ઘણું ઓછું છે અને હવે તો તે ઘટતું જાય છે. બીડી-સિગરેટ પીવાથી સગર્ભા મહિલાઓના પેટમાં રહેલા બાળકને નુકસાન થાય છે એ તો હવે જાણીતી હકીકત છે. વધુ પડતી સિગરેટ પીનારી મહિલાઓ જલદી સગર્ભા બની શકતી નથી એવી માન્યતાને પણ હવે સમર્થન મળતું જાય છે.
દુનિયાના ઘણાખરા દેશના ઘણાખરા ધર્મગુરુઓ બીડી-સિગરેટ પીતા નથી. એ તો દેખીતું જ છે કે જેઓ પોતે ઉપદેશ આપતા હોય તેઓ
લેડી નિકોટિન સાથે છૂટાછેડા * ૨૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org