________________
તબીબી દૃષ્ટિએ તેમણે ઘણો સારો અભ્યાસ કર્યો છે. એ ક્ષેત્રે કેટલુંક સારું સંશોધન થયું છે, પરંતુ હજુ તેમાં ઘણું વધુ સંશોધન થવાને અવકાશ છે.
તમાકુનું વ્યસન છોડવું સહેલું નથી, પણ માણસ સંકલ્પ કરે તો ન છૂટે એવું એ વ્યસન પણ નથી. Minor Vices તરીકે એની ગણના થાય છે, તો પણ એની અસર ભયંકર હોય છે. તે છોડવા માટે પણ દરેક વ્યક્તિના સંજોગો અને પ્રકૃતિ ઉપર આધાર રહે છે. એક વખત એક સંત મહાત્મા પાસે એમના એક પરિચિત ભક્ત આવ્યા. ભક્ત ઉત્સાહમાં આવી જઈને ગુરુ મહારાજને કહ્યું, “ગુરુ મહારાજ, હું સિગરેટ ઘણી પીઉં છું, પરંતુ આજે સવારે જ વિચાર આવ્યો કે સિગરેટને હું જીવનભર તિલાંજલિ આપી દઉં. માટે મને જિંદગીભર સિગરેટ ન પીવાની પ્રતિજ્ઞા આપો.' ગુરુ મહારાજ એ સજ્જનની પ્રકૃતિ જાણતા હતા. એમણે કહ્યું, ભાઈ, જીવનભર સિગરેટ ન પીવાની પ્રતિજ્ઞા લેવાની ઉતાવળ કરો નહિ. આવું ભારે વ્યસન તમારાથી તરત છૂટશે નહિ અને થોડા વખતમાં જ તમે પ્રતિજ્ઞાનો ભંગ કરી સિગરેટ પીતા થઈ જશો. માટે તમે સિગરેટ જરૂ૨ છોડો, પરંતુ હું કહું તે રીતે છોડો. તમે રોજની કેટલી સિગરેટ પીવો છો ?” ભક્ત કહ્યું, “વીસ-પચીસ'. ગુરુએ કહ્યું, “તમે ત્રણ મહિના માટે પ્રતિજ્ઞા લો કે રોજ પંદરથી વધારે સિગરેટ નહિ પીઓ. રોજ સવારે પંદર સિગરેટ ખોખામાં જુદી કાઢી લેવી અને રાતે સૂતાં સુધીમાં બને તો એકાદ-બે સિગરેટ બચાવવાનો પ્રયત્ન કરવો.” ભક્ત એ પ્રમાણે બરાબર પાલન કર્યું. એટલે ગુરુએ બીજા ત્રણ મહિના માટે વધુમાં વધુ દસ સિગરેટની પ્રતિજ્ઞા લેવરાવી. એમ કરતાં એકાદ વર્ષમાં એ ભક્ત કાયમ માટે સિગરેટ છોડી દીધી.
એ જ સંત-મહાત્મા પાસે બીજા એક સિગરેટના વ્યસની ભક્ત આવ્યા. એમણે ત્રણ મહિના સિગરેટ છોડવાની બાધા લેવાની વાત કરી. ગુરુ મહારાજે એમને બરાબર સમજાવીને એ જ વખતે જીવનભર સિગરેટ ન પીવાની પ્રતિજ્ઞા લેવરાવી અને એ ભક્ત પણ પ્રતિજ્ઞાનું પાલન સારી રીતે કર્યું. સંત-મહાત્માએ આ બે ભક્તોને જુદી જુદી રીતે પ્રતિજ્ઞા લેવડાવી, કારણ કે તેઓ બંનેની પ્રકૃતિના સારા જાણકાર હતા. કેટલાક લોકોનું મનોબળ એટલું તીવ્ર હોય છે કે ગમે તે નિર્ણયનું જીવનભર પાલન કરી શકે છે. કેટલાક માણસો પ્રકૃતિના એવા નબળા હોય છે કે ક્રમિક સંયમ દ્વારા તેમની પાસે મોટા નિયમો લેવડાવી શકાય છે. અચાનક ભારે નિયમો તેમની પાસે લેવડાવવામાં આવે તો વખત જતાં તેઓ ક્યારે લાલચને વશ
લેડી નિકોટિન સાથે છૂટાછેડા * ૨૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org