________________
અને બાળકોને સુધારવાના, માર સિવાયના, વિવિધ ઉપાયો સૂચવાય છે અને એનો અમલ થાય છે. વસ્તુત: મા-બાપ અને વડીલો બાળકની ઉપેક્ષા કરે તો જ બાળકને માર મારીને સીધા કરવાનો પ્રશન ઉપસ્થિત થાય છે. જ્યાં પ્રેમપૂર્વક બાળકની સંભાળ લેવાય છે ત્યાં એને મારની શિક્ષા કરવાનો પ્રસંગ ઊભો થતો નથી.
અતિશય દુઃખ કલેશકંકાસ વગેરેને કારણે કેટલાંક સ્ત્રીપુરુષો પોતે આપઘાત કરે છે અને તે ક્ષણ પહેલાં પોતાનાં નિર્દોષ બાળકોને પણ મારી નાખે છે. સમાજમાં સમજ અને સંસ્કારિતાનું પ્રમાણ વધે તો જ આવા કિસ્સા બનતા અટકે. એ માટે કેળવણી ઉપર વધુ લક્ષ અપાય એ આવશ્યક છે.
આપણા દેશમાં સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રત્યે જેટલું લક્ષ અપાય છે તેટલું પ્રાથમિક શિક્ષણ પ્રત્યે નથી અપાતું. દેશ પણ વિશાળ અને કાર્ય પણ ઘણું મોટું છે. તો પણ આ દશામાં નિષ્ઠાથી વધુ કાર્ય કરવાની જરૂર છે. એથી સરવાળે દેશને જ લાભ થશે. જાતે પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી કરીને અનુભવ લીધા પછી તક મળતાં ઉદ્યોગમાં ઝંપલાવીને ઘણું ધન કમાનાર એક ધનાઢ્ય ભાઈએ પોતાના દાનની બધી ૨કમ પ્રાથમિક શાળાઓ માટે જ વાપરવાનો સંકલ્પ કર્યો છે એવી જ્યારે એમણે મને જાણ કરી હતી ત્યારે મેં એમને એ માટે ખૂબ ધન્યવાદ આપ્યા હતા.
છેલ્લાં કેટલાંયે વર્ષોથી બાળકોની જાતીય સતામણી (sexual harassment 24419 Sexual abuse)ll ELBIL 152241 48181Hİ 24194l જાય છે. નાની ઘટનાને પણ પ્રચાર માધ્યમો મોટું સ્વરૂપ આપી સૌનું ધ્યાન ખેંચે છે. એક રીતે એ બહુ જરૂરી છે અને લોકહિતની દૃષ્ટિએ ઉપકારક છે. બદમાશોને એનો ડર પણ રહેવો જોઈએ. અલબત્ત, પ્રચાર માધ્યમો ક્વચિત્ વાતનું વતેસર પણ કરતાં રહે છે.
કુમળી વયનાં બાળકોની ચામડી સુંવાળી હોય છે. એમનામાં એક બાજુ અજ્ઞાન અને બીજા બાજુ કૌતુક હોય છે. વળી મોટી ઉંમરની વ્યક્તિ એને ભોળવીને પોતાનો દુરુપયોગ કરે છે એવી બાળકને ખબર પડતી નથી. ખબર પડે છે તો લાભ, લાલચ અને ભયને કારણે વશ થઈ જાય છે. પ્રતિકાર કરવાની એનામાં શારીરિક શક્તિ નથી હોતી. ઘટના બન્યા પછી બાળક એ વાત કોઈકને કહે છે અથવા નથી કહેતું. જ્યારે વાત બહાર નથી આવતી ત્યારે એવી જાતીય સતામણીનો દુરુપયોગ વારંવાર થાય છે. કેટલાક કિસ્સા તો જાહેરમાં ક્યારેય આવતા નથી. એ બે વ્યક્તિ
૧૭૪ ૪ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org