________________
સાધુ-સંન્યાસીઓની એક મોટી સમસ્યા તે ચેલાઓ મેળવવાની છે. સ્વેચ્છાએ સંન્યાસ લેનારા માણસો સંસારમાં ઓછા હોય છે. વૃદ્ધાવસ્થા આવે ત્યારે સાધુ-સંન્યાસીને પોતાની સેવા-ચાકરી કરનાર માણસની જરૂર પડે છે. અથવા પોતાની ગાદીના વારસ શોધવાની જરૂર પડે છે. તેને વખતે જો કોઈ યોગ્ય પાત્ર ન મળે તો નાના છોકરાઓને ઉઠાવી લાવવાની ઘટનાઓ પણ બને છે. સમજણનો અભાવ, સામનો કરવાની હિંમતનો અભાવ, ખાવાપીવાની લાલચ વગેરેને કારણે બાળકો કે કિશોરો બાવાઓને તાબે થઈ જાય છે અને વખત જતાં, મોટા જતાં પોતે પણ પોતાના ગુરુ જેવા જબરા થઈ જાય છે. સાધુ- સંન્યાસીઓ દ્વારા છોકરાઓને ભગાડી જવાની ઘટના માત્ર ભારતમાં જ બને છે એવું નથી, દુનિયાના બધા જ દેશોમાં અને બધા જ ધર્મોમાં થોડેવત્તે અંશે આવી ઘટનાઓ બનતી આવી છે. વળી સાધુસંસ્થાઓમાં બીજા ગુરુના તેજસ્વી શિષ્યને, શિષ્યની સંમતિથી કે સંમતિ વગર, ઉપાડી જવાના કિસ્સા પણ બનતા રહ્યા છે. ક્યારેક શિષ્યો પોતે ઇચ્છે કે પોતાનું હરણ થાય તો સારું કે જેથી ગુરુના જુલમમાંથી છૂટાય. શિષ્યહરણ કે શિષ્યચોરીના નિર્દેશો પ્રાચીન ગ્રંથોમાં મળે છે. દેવદેવીઓને બલિ તરીકે ચડાવવા માટે નાનાં છોકરાંઓનાં અપહરણની ઘટનાઓ આજ દિવસ સુધી બની રહી છે. પ્રસૂતિગૃહમાંથી તાજાં જન્મેલાં બાળકોના અપહરણના કિસ્સા દેશવિદેશમાં બનતા રહ્યા છે. પોતાની સાધના માટે અઘરો બાવાઓ સ્મશાનમાંથી શબનું અપહરણ કરતા રહ્યા છે.
ચીજવસ્તુઓના અપહરણના કિસ્સા પણ આખી દુનિયામાં બનતા રહ્યા છે. મોંઘી, પ્રાચીન અવશેષરૂપ વસ્તુઓ એન્ટિક ઉઠાવી જવાના કે ઉઠાવી જઈને તેની જગ્યાએ બનાવટી, નવી ચીજવસ્તુઓ મૂકી દેવાની ઘટનાઓ ઓછી નથી બનતી. પોતાની હોંશિયારી બતાવવા, માત્ર મજાકને ખાતર પણ ચીજવસ્તુઓનું કામચલાઉ અપહરણ કરાય છે. વર્ષો પહેલાં કેટલીક જ્ઞાતિઓમાં લગ્નમાં પરગામ ગયેલા જાનૈયા ઓ ઉતારેથી તાંબાપિતળનાં મોટાં વાસણોનું અપહરણ કરીને લઈ આવે તો તેમની હોંશિયારીનાં વખાણ થતાં.
- જૂના વખથમાં પગપાળા કે ગાડામાં પ્રવાસ કરવો પડતોત્યારે રસ્તામાં જંગલ-ઝાડીમાં છુપાઈને ડાકુઓ અચાનક છાપો મારતા અને કિંમતી ચીજવસ્તુઓ લૂંટી જતા. દરિયાઈ સફરમાં એકલદોકલ વહાણને ચાંચિયાઓ ઉઠાવી જતા અથવા તેનો માલસામાન લૂટી લેતા. આથી જમીન માર્ગે જેમ વણઝારો નીકળતી તેમ દરિયાઈ માર્ગે વહાણોના કાફલા નીકળતા
અપહરણ : ૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org