________________
લે છે. એથી ભોળા અજ્ઞાની પ્રેક્ષકોનાં ચિત્ત ઉપર આવા ખોટા સંસ્કારની ઊંડી છાપ પડે છે કે જેથી કોઈક વખત તેઓ પોતે પણ પોતાની જાત ઉપરનો કાબૂ ગુમાવી અનાચાર કરી બેસે છે.
છેલ્લા કેટલાક સમયથી કેટલાક પાશ્ચાત્ય દેશોમાં ચલચિત્રોમાં સામૂહિક બળાત્કાર (Gang Rape)ના કિસ્સા બતાવવામાં આવે છે. એવા કિસ્સાઓમાં પણ અશ્લીલતાની કોટિ સુધી ગણી શકાય એવાં દૃશ્યો બતાવવામાં આવે છે. ચારપાંચ યુવકો સાથે મળીને કોઈને ન ગાંઠનારી, પુરુષોને ઇરાદાપૂર્વક ટટળાવતી કોઈક જબરી યુવતીને એક પડકાર તરીકે વશ કરવાનો અને એને પણ જિંદગીનો પાઠ ભણાવવાનો આશય ધરાવીને એ યુવતી ઉપર વારાફરતી બળાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે. આવાં દૃશ્યો જોનારને કમકમાટી ઉપજાવે એવાં હોય છે. પરંતુ વાસ્તવિકતાને નામે ચલચિત્રનો બનાવનારાઓ સનસનાટી ફેલાવી વધુ ધન કમાઈ લેવાનો આશય રાખે છે. આવાં દૃશ્યોનું અનુકરણ બીજા દેશોના ચલિચત્રકારો પણ કરવા લાગ્યા છે એ ઘણી ખેદની વાત છે.
પુરુષો દ્વારા સ્ત્રીઓ ઉપર થતા બળાત્કારની અહીં વાત કરી છે. સજાતીય બળાત્કાર કે સ્ત્રી દ્વારા પુરુષ ઉપર થતા બળાત્કારની અહીં ચર્ચા કરી નથી. તેવી રીતે માનવજાતે છેલ્લા ચારેક દાયકામાં કુદરત ઉપર કરેલા બળાત્કારને કારણે પર્યાવરણની ઊભી થયેલી સમસ્યાનો વિષય પણ જુદો
શિક્ષકો, ધર્માચાર્યો, સમાજહિતચિંતકો વગેરે દ્વારા જેમ જેમ શિક્ષણ અને સંસ્કારની વૃદ્ધિ થાય તેમ તેમ બળાત્કારની ઘટનાઓ ઓછી થવા સંભવ છે. જે દેશોમાં બળાત્કાર કરનારાઓને ઓછી સજા થાય છે અથવા ઘણે લાંબે ગાળે સજા થાય છે તેવા દેશોમાં પોતાનાં દુષ્કૃત્યો માટે ભયની લાગણી ઓછી રહે છે. આવાં કુકર્મ કરનારને જો ભય સતાવે તો તે કુદરતી રીતે એવાં ખોટાં કાર્યો કરતાં અચકાય. અલબત્ત, ભય કરતાં સાચી સમજણ વધુ આવકારદાયક છે.
ચલચિત્રોમાં બતાવાતાં બળાત્કારનાં દશ્યો ઉપર સરકારી નિયંત્રણ વધુ કડક બને તો તેનું કંઈક સારું પરિણામ આવવાનો સંભવ છે. સમાજહિતચિંતકોએ આવાં ચલચિત્રો પ્રત્યે સંગઠિત જાહેર પ્રતિકાર અને બહિષ્કારમાં આંદોલનો જગાવવાં જોઈએ કે જેથી કેવળ ધનની લાલસાથી આવાં દૃશ્યો ઉતારનાર ચલચિત્રવાળાઓ પણ ચોંકી જાય. વ્યભિચાર, બળાત્કાર વગેરે પ્રકારની ઘટનાઓ પોતાના સમાજમાં
બળાત્કાર ઝટ ૨૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org