________________
લેડી નિકોટિન સાથે છૂટાછેડા
કેટલાક સંબંધો લગ્નમાં પરિણમે તો તે વધુ સુખ આપનારા નીવડે છે. કેટલાક લગ્નસંબંધો છૂટાછેડામાં પરિણમે તો તે વધુ સુખ આપનારા નીવડે છે. લેડી નિકોટિન સાથે પ્રેમસંબંધ જેટલો સુખ આપનારો છે તેના કરતાં છૂટાછેડા વધુ સુખ આપનારા છે. જેઓએ લેડી નિકોટિન સાથે કોઈ પ્રેમસંબંધ બાંધ્યો નથી. તે તો વળી એથી પણ વધુ સુખી છે.
કોણ છે આ લેડી નિકોટિન ?
એ છે તમાકુ (તમાખ, તંબાકુ Tobacco). તમાકુને લાડમાં “લેડી નિકોટિન' કહેવામાં આવે છે અને એની રસિક દંતકથા છે.
વર્લ્ડ હેલ્થ ઓરગેનાઈઝેશન તરફથી છેલ્લાં કેટલાંક વર્ષથી ૩૧મે (અથવા કેટલાક દેશોમાં પહેલી જૂન) “No Tobacco Day' (તમાકુવિહીન દિન - તમાકુ નિષેધ દિન) તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે દુનિયામાં તમાકુના પ્રચારનાં પાંચસો વર્ષ પૂરાં થયાં છે. આ પાંચ સૈકા દરમિયાન તમાકુનો ઉત્તરોત્તર પ્રચાર વધતો જ ચાલ્યો છે. આ વિષકન્યા જેવા ઘાતક પદાર્થથી આ પાંચ સૈકામાં પાંચ અબજથી વધુ માણસો અકાળે મૃત્યુ પામ્યાં છે, છતાં આ Silent Killerનું આકર્ષણ જેટલું ઘટવું જોઈએ તેટલું ઘટ્યું નથી. વર્લ્ડ હેલ્થ ઓરગેનાઈઝેશન તથા અન્ય દેશોની કેટલીક સંસ્થાઓ દ્વારા થતી એક દિવસની આવી ઉજવણીથી બહુ ફરક પડતો નથી. દુનિયાની
* તમાકુ
લેડી નિકોટિન સાથે છૂટાછેડા ૯ ૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org