________________
કળા છે, પરંતુ તે અશક્ય નથી. કેટલાક ભારે વ્યસનીઓને હાથમાંની સિગરેટ ઓલવાઈ ન જાય માટે થોડી થોડી વારે રાખ ખંખેરવા આંગળીઓ હલાવવાની ટેવ પડી જાય છે. એ ટેવ એવી સતત બની જાય છે કે પછી તેઓના હાથમાં લખવા માટે પેન્સિલ હોય તો પણ આંગળીઓ અજાણતાં તે પ્રમાણે જ હાલે છે. બે આંગળી વચ્ચે આખો દિવસ સિગરેટ રહેવાને કારણે કેટલાકને ત્યાં ઝીણો ખાંચો પડી જાય છે. કેટલાક આવા વ્યસનીઓ મંદિરમાં જાય તો ધૂપસળી પણ એ બે આંગળીઓ વચ્ચે ભરાવી ફેરવતા હોય છે. કુટેવ કેટલી ઊંડી ઊતરી છે તે આવે વખતે દેખાઈ આવે છે.
તંબાકુનું જેને વ્યસન હોય એવી વ્યક્તિઓમાં સ્વચ્છતાની સભાનતા હોવા છતાં સંજોગવશાતુ કેટલીક એવી ટેવો પડી જાય છે કે જે અસ્વચ્છતામાં પરિણમે છે. જેઓ પાનમાં અથવા પાન વગર તંબાકુ ખાય છે તેઓને થોડી થોડી વારે ઘૂંકવું પડે છે. ઘણા માણસો તમાકુંવાળું પાન ખાઈ મોઢામાંથી લાલ રંગની પિચકારી મારતા હોય છે. ઘૂંકવાની તરત અનકૂળતા ન હોય તો માણસ દાદરામાં, બારી બહાર કે કોઈ ખૂણામાં થૂકી દે છે. બીડીસિગરેટ પીનારને તરત એશ-ટ્રે ન મળે તો ગમે ત્યાં નાખી પગ નીચે દબાવી દે છે અથવા જમીન કે દીવાલ ઉપર ઘસીને ઓલવી નાખે છે. અને ત્યાં જ ફેંકી દે છે. તપખીર સૂધનારને નાક સાફ કરતી વખતે રૂમાલ કે વસ્ત્રનો છેડો બગાડવો પડે છે. આમ તંબાકુના વ્યસનીઓમાં કુદરતી રીતે ગંદી ટેવો આવી જાય છે. આથી જ જૂના વખતમાં એવી લોકપ્રિયતા હતી કે :
ખાય તેનો ખૂણો, પીએ તેનું ઘર;
સુંઘે તેનાં લૂગડાં, એ ત્રણે બરાબર. સિગરેટ પીનારનું મોઢું ગંધાય છે, એના દાંત અને હોઠ કાળા પડી જાય છે. શરૂઆતમાં તો કડક સિગરેટ પીતાં કેટલાકને ચક્કર પણ આવે છે. પીવાથી ખાંસી ચાલુ થાય છે, ફેફસાં બગડે છે અને સિગરેટને કારણે ગળાના કે ફેફસાંના કેન્સરની જીવલેણ બીમારી ચાલુ થાય છે. કેટલાકને ક્ષયરોગ થાય છે. કેટલાકને હૃદયરોગની તકલીફ ચાલુ થાય છે.
તમાકુમાં નિકોટિન તત્ત્વ સૌથી વધુ ખતરનાક છે. તે વધુ પ્રમાણમાં એક સાથે લેવામાં આવે તો ઝેર સમાન છે. એવા પ્રયોગ પણ થયા છે કે તમાકુનો પ્રવાહી સઘન અર્ક કાઢી એનું એક ટીપું ઝેરી નાગના મુખમાં નાખવામાં આવે તો નાગ મરી જાય છે. એવા અર્કનું ઇજેક્શન માણસને આપવામાં આવે તો માણસ બેભાન થઈ જાય અથવા મૃત્યુ પામે. નિકોટિન
૨૨૦ % સાંપ્રત સમાજ-દર્શન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org