________________
સ્પેનનો ફ્રાન્સિકો તોલેજો નામનો વેપારી યુરોપના બીજા દેશોમાં તમાકુ લઈ ગયો અને ઘણું સારું ધન કમાયો. કેટલાક વખત પછી સર વોલ્ટર રેલિગે કાગળની ભૂંગળીવાળી સિગરેટની શોધ કરી.
યુરોપમાં સોળમાં સૈકામાં તો તમાકુને માટે “માય લેડી નિકોટિન' જેવું હુલામણું નામ પ્રચલિત બની ગયું. એની કથા એવી છે કે સોળમાં સૈકામાં પોર્ટુગલનું પાટનગર લિસ્બન તમાકુના વેપારનું મોટું કેન્દ્ર બની ગયું હતું. તે વખતે પોર્ટુગલમાં ફ્રાન્સના એલચી તરીકે લૉર્ડ જિયાં નિકોટની નિમણૂક થઈ. પોર્ટુગલમાં આવ્યા પછી તમાકુની માદકતા એને એટલી આકર્ષવા લાગી કે જાણે એ એની વહાલી લેડી ન હોય ! પોતાની લેડી વગર થોડા દિવસ કદાચ ચાલે, પણ તમાકુ વગર એને એક દિવસ ચાલતું નહિ. એ તમાકુને My lady Nicotine કહેતો. એટલે લોકોએ મજાકમાં તમાકુનું નામ નિકોટિન (વૈકલ્પિક ઉચ્ચાર નિકોટાઈન) પાડી દીધું. તમાકુની બનાવેલી સિગરેટ, ચિરુટ, સિગાર વગેરે પણ નારીવાચક શબ્દો હોવાથી અને હોઠ સાથે એનો સંબંધ હોવાથી એને માટે “લેડી નિકોટિન' જેવો લાડકો શબ્દપ્રયોગ રૂઢ થઈ ગયો. લૉર્ડ નિકોટ તમાકુને ફ્રાન્સમાં લઈ આવ્યો. નિકોટ ઉપરથી હવે તમાકુ માટે નિકોટિન શબ્દ એટલો બધો પ્રચલિત થઈ ગયો કે વખત જતાં તમાકુના મુખ્ય રાસાયણિક પદાર્થને વૈજ્ઞાનિકોએ પણ નિકોટિન નામ આપ્યું.
પોર્ટુગીઝ અને સ્પેનિયાર્ડ ખલાસીઓ ત્યાર પછી તમાકુને આફ્રિકા અને એશિયાના દેશોમાં લઈ ગયા. ભારત ઉપરાંત ઠેઠ ચીન, ફિલિપાઈન્સ અને ઇન્ડોનેશિયા સુધી તમાકુ પહોંચ્યું. આ નવી વસ્તુને દુનિયામાં ઠેર ઠેર આવકાર મળ્યો. લોકો તમાકુના વખાણ કરતાં થાકતા નહિ. એક અંગ્રેજ 4124} cluj }, Tobacco, divine, rare, super-excellent, tobacco, which goes far beyond all panaceas, potable gold & Philosopher's stone, a soverign remedy to all diseases.
યુરોપમાંથી ભારતમાં પણ તમાકુ આવ્યું. સૂર્યપ્રકાશવાળી ભારતીય ગરમ આબોહવા તમાકુ સૂકવવા માટે વધુ અનૂકૂળ લાગી. તમાકુના વ્યવસાયે અનેક લોકોને શ્રીમંત કરી નાખ્યા. એટલું જ નહિ, ભારતીય પંડિતોએ પણ તમાકુને ઘણું બિરદાવ્યું. કોઈકે એને પૃથ્વીના સારભૂત તત્ત્વ તરીકે તો કોઈકે એને ભગવાન વિષ્ણુના ઉચ્છિષ્ટ તરીકે ઓળખાવ્યું. જુઓ :
લેડી નિકોટિન સાથે છૂટાછેડા * ૨૧૫
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org