________________
છે; ચબરાક દેખાવાય છે; વાચાળ થવાય છે; મગજમાં જાણે નવા નવા સરસ તરંગો ઉત્પન્ન થતાં અનુભવાય છે; શરમાળપણું ચાલ્યું જાય છે; તંગદિલી નીકળી જાય છે. માણસનું જાણે કે વ્યક્તિત્વ જ વધુ તેજસ્વી અને રૂપાળું થાય છે. વ્યસન માણસને ગમી જાય છે. પણ પછી એ વ્યસન શરીરના બંધારણમાં એવા ફેરફારો કરી નાખે છે કે જેથી સમય થતાં માણસને એ વ્યસન તરફ ગયા વગર ચાલતું નથી. ન જવા મળે તો બેચેની અનુભવાય છે. મિત્રોની સોબતમાં વ્યસન અને વ્યસની વધુ ખીલે છે. પણ ચડસાચડસીમાં ભાન ભુલાય છે. પછી અનેક માઠાં પરિણામોનો ભોગ બનાય છે.
દ્રાક્ષ, કાજુ, મહુડાં, ચોખા, ગૉળ વગેરે મીઠાશવાળા પદાર્થો સડવા લાગે છે. ત્યારે એની દુર્ગધ અસહ્ય થઈ પડે છે. પરંતુ વારંવાર એ દુર્ગધ લેવાથી માણસ એનાથી ટેવાઈ જાય છે. પછીથી તો એ દુર્ગધ એને એટલી બધી ગમે છે કે એ વારંવાર લેવાનું એને મન થયા કરે છે. આસવ, અથવા દારૂ બનાવવાની પદ્ધતિ હજારો વર્ષથી ચાલી આવે છે. આસવનો ઔષધોપચાર જાણીતો છે. પરંતુ મદ્યપાન માણસને ભાન ભુલાવે છે. સોમરસ, સુરા, વારુણીનું પાન કરનારાનો ઉલ્લેખ ઠેઠ વૈદિક સાહિત્યમાં પણ મળે છે. ભગવાન બુદ્ધની સભામાં આવતી મહિલાઓમાંથી એક વખત પાંચસો જેટલી મહિલાઓ કોઈક મહેફિલમાં વધુ પડતું મદ્યપાન કરીને આવી હતી અને ભગવાનની ધર્મસભામાં બીભત્સ ચેનચાળા કરવા લાગી હતી. તે વખતે ભગવાન બુદ્ધે પોતાની યોગવિદ્યાથી તેમનો નશો ઉતારી નાખ્યો હતો. એવો ઉલ્લેખ બૌદ્ધ સાહિત્યમાં મળે છે. ભગવાન બુદ્ધ પંચશીલમાંના એક શીલમાં મદ્યપાન ન કરવા વિશે ફરમાવ્યું છે.
વર્તમાન સમયમાં પાશ્ચાત્ય સમૃદ્ધ દેશોમાં દવા બનાવનારી કંપનીઓ મગજ ઉપર અસર કરનારા પદાર્થોની નવી નવી શોધ કરી, તેનાં જાતજાતનાં મિશ્રણો કરી, તેમાંથી વિવિધ ઔષધો બનાવવા લાગી છે. દુ:ખનું વિસ્મરણ થાય, ચિંતા દૂર થાય, એકના એક વિચારોનું પુનરાવર્તન અટકે, સારી ઊંઘ આવે, મનની નબળાઈ (Nervousness, Depression) વગેરે નીકળી જાય, ઇટાદિ માનસિક દર્દી માટેનાં કેટલાંક ઔષધો માનવજાતને માટે ઉપકારક નીવડ્યાં છે, પરંતુ વૈજ્ઞાનિકોએ એથી પણ આગળ વધીને માનવજાતને બહેકાવે એવાં વિવિધ ઔષધો, પદાર્થો પણ શોધ્યાં છે. માણસ તરંગી બની જાય, જાતજાતનાં રંગબે ગી દશ્યો નિહાળે, પોતે હવામાં ઊડતો હોય કે પાણીમાં તરતો હોય તેવા કાલ્પનિક અનુભવો થવા લાગે, અલૌકિક
૨૦૮ ઝક સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org