________________
રાષ્ટ્રોને, ખાસ કરીને સમૃદ્ધ રાષ્ટ્રોને બહુ સતાવી રહી છે. વ્યસનથી મુક્ત થવા માટેની બોધ આપતી જાહેરખબર રેડિયો-ટી.વી. ઉપર પુષ્કળ પ્રમાણમાં આવી રહી છે. બ્રિટન, અમેરિકાની મહાન રાજદ્વારી વ્યક્તિઓને પણ આ પ્રચાર-ઝુંબેશમાં જોડાવું પડે છે. એ બતાવે છે કે આ સમસ્યા કેટલી બધી ગંભીર બની ગઈ છે.
મનુષ્યનું જીવન નવી નવી વૈજ્ઞાનિક શોધોને લીધે જેમ જેમ વધુ સગવડવાળું થતું જાય છે તેમ તેમ વધુ ખર્ચાળ બનતું જાય છે. કુટુંબના ખર્ચને પહોંચી વળવાની સમસ્યા આખી દુનિયામાં ઉત્તરોત્તર ઘેરી બનતી જાય છે. એને પરિણામે તનાવ વધતો જાય છે. મોટાં શહેરોમાં સામાજિક જીવન તનાવથી વધુ ઘેરાયેલું રહે છે. બીજી કશી ચિંતા ન હોય તો પણ સમય સાચવવાની ચિંતા ઘણી મોટી રહે છે. આ બધાંની માઠી અસર ચિત્ત અને હૃદય ઉપર થાય છે. માનસિક અસ્વસ્થતા કે હૃદયરોગની બીમારી વર્તમાન જગતમાં ઘણી વધી ગઈ છે. એને ભૂલવા માટેનાં જાતજાતનાં શામક ઔષધુ (Tranquilizers) પણ બહુ પ્રચારમાં આવ્યાં છે. એવાં ઔષધો પણ સમય જતાં વ્યસનરૂપ બની જાય છે.
- દુનિયાનાં બધાં મોટાં શહેરમાં દવાઓનું કે અન્ય પદાર્થોનું ગુપ્ત સેવન યુવાનોમાં દિવસે દિવસે વધતું જાય છે. સમયે સમયે નવી માદક દવાઓ બહાર આવતી જાય છે. ગુપ્ત રીતે તેનો પ્રચાર ઘણા દેશોમાં થઈ જાય છે. દવા બનાવનારી કંપનીઓને લાખો ડૉલરનો ફાયદો ઘડીકમાં કરી લેવો હોય છે. એટલે પોતાના પ્રચારક એજન્ટો દ્વારા આવી દવાઓ અનેક ઠેકાણે પહોંચાડવામાં આવે છે. શરૂઆતમાં એવી દવાઓ મફત પણ આપવામાં આવે છે, કારણ કે પછીથી યુવાનો એના બંધાણી થતાં એ દવાઓ વગર રહી શકવાના નથી એવું આ કંપનીઓ જાણે છે. આંતરરાષ્ટ્રીય ટોળકીઓ આમાં કામે લાગે છે. ક્યા દેશમાં કેવી રીતે માદક ઔષધો ઘુસાડી શકાય તેના રસ્તા વિચારાય છે. કસ્ટમમાં લાંચ-રૂશ્વત તો આખી દુનિયામાં રહેલાં છે. મોટા મોટા સરકારી અધિકારીઓ પોતે લાંચના અને એવા વ્યસનોના ભોગ થઈ પડે છે. જે માણસો આ વ્યવસાયમાં પડે છે તે ઘડીકમાં શ્રીમંત થઈ જાય છે. તેઓ અધિકારીઓને સ્વપ્ન પણ ન ધારેલી હોય એટલી મોટી રકમની લાંચ આપીને પોતાનું કામ પાર પાડે છે. લાલચ માણસને ભાન ભુલાવે છે. પરિણામે કેફી પદાર્થોની દાણચોરી એ વર્તમાન સમયનો ધીકતો ધંધો બની ગયો છે. અલબત્ત જે પકડાય છે એના હાલહવાલ બૂરા થઈ જાય છે.
૨૦૬ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org