________________
કિસ્સા મનોચિકિત્સકો પાસે પાશ્ચાત્ય દેશોમાં ઠીક ઠીક પ્રમાણમાં આવે છે. એકલતા, એકાંત, નિરાશા, જીવનનો નિર્વેદ, જાતીય વૃત્તિનો જોરદાર આવેગ અને હલકી વૃત્તિને પરિણામે કેટલાક યુવાનો આવી વિકૃત મનોદશા ધરાવતા થઈ જાય છે.
કોઈક વાર બળાત્કારની સાથે ખૂનની ઘટના પણ સંકળાય છે. લાચાર સ્ત્રીઓ પહેલાં બળાત્કારનો ભોગ બને છે અને પછી બળાત્કાર કરનાર પુરુષ પોતાની વાત જાહેર ન થાય એ માટે એવી સ્ત્રીનું ખૂન પણ કરી નાખે છે.
સ્ત્રી જ્યારે બળાત્કાર કરનાર પુરુષની સામે અતિશય ઝૂઝે છે ત્યારે ભય, માનસિક તીવ્ર આઘાત અને થાકના કારણે મૃત્યુને શરણ થાય છે. કેટલીક વાર બળાત્કાર કરનાર પુરુષ સ્ત્રીને વશ કરવા બળનો એટલો બધો વધુ પડતો ઉપયોગ કરે છે કે સ્ત્રી ગૂંગળાઈને મૃત્યુ પામે છે. બળાત્કાર કરનારનો આશય ખૂન કરવાનો હોતો નથી, પરંતુ બળાત્કારની ઘટના ખૂનમાં પરિણામે છે. દુનિયામાં કોઈ કોઈ વખત અકથ્ય ભયંકર ઘટનાઓ પણ બને છે. કેટલાક નરપિશાચ જેવા પુરુષોની પાશવી, રોગિષ્ઠ, વિકૃત કામવૃત્તિ એટલી બધી ક્રૂર રીતે વકરેલી રહે છે અને તેની સાથે સાથે હિંસાનું ભયંકર તાંડવ એના ચિત્તમાં રમે છે કે જેને લીધે જ્યારે જ્યારે તક મળે ત્યારે તેવા રાક્ષસો મહિલા ઉપર એકાંતમાં બળાત્કાર ગુજારીને પછી તેને મારી પણ નાખે છે અને તેના શબને પોતે ન પકડાય એ રીતે ક્યાંક ફગાવી દે છે કે દાટી દે છે. મનોવૈજ્ઞાનિકો નોંધે છે કે બળાત્કારના લાખો કિસ્સાઓમાં કોઈક આવા કિસ્સા પણ બને છે. એ એક પ્રકારની ભયંકર માનસિક અને શારીરિક કામવિકૃતિ છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, લેટિન અમેરિકામાં એવી ઘટનાઓ બની છે કે જેમાં આવા નરરાક્ષસોએ એક બે નહિ, દસ પંદરથી પણ વધુ સ્ત્રીઓ ઉપર બળાત્કાર ગુજારી, પછી એને મારી નાખી પોતાના મકાનના કમ્પાઉન્ડમાં કે દૂર વગડામાં દાટી દીધી હોય. એકાદ કિસ્સામાં તો એવા પુરુષને વખતોવખત સ્ત્રી લાવી આપનાર ખુદ એની પત્ની જ હતી.
- પશ્ચિમના દેશોમાં તથા આપણે ત્યાં ચલચિત્રોમાં બળાત્કારની ઘટના રસપૂર્વક બતાવાય છે. હળવી થતી સેન્સરશિપને કારણે બીજા દેશોમાં અને ભારતમાં પણ આવી ઘટનાઓ વધુ ઘેરા રંગે અમર્યાદપણે દર્શાવાય છે. ચલચિત્ર બનાવનાર તો કેવળ આર્થિક દૃષ્ટિએ જ વિચાર કરે છે. લોકોનાં મનને ગલગલિયાં થાય તેવી ઘટનાઓ બતાવીને પ્રેક્ષકોનું ધન તેઓ પડાવી
૨૦૨ ૬ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org