________________
પરસ્પર આબરૂ સાચવવા આવા કિસ્સાઓની વાત બહાર આવતી નથી. આવે છે તો પણ તેનું સમર્થન થતું નથી અને વખત જતાં તે ભુલાઈ જાય છે. કેટલીક યુવતીઓ આવી ઘટના પછી જિંદગીનો પાઠ શીખી લે અને પુરુષથી હંમેશાં ડરીને ચાલે છે.
શાળામાં ભણતી બાલિકાઓ ઉપર શિક્ષકો દ્વારા કે મોટા વિદ્યાર્થીઓ દ્વારા થતા બળાત્કારના કિસ્સાઓનું પ્રમાણ દુનિયાભરમાં એકંદરે વધુ રહે છે. શારીરિક ફેરફારો અને કુતૂહલ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ભોળી બાળાઓને જાતીય જીવનની કશી ખબર હોતી નથી અથવા ઔત્સુક્ય હોય છે અને કામાંધ શિક્ષકો દ્વારા થતાં અપકૃત્યનો ભોગ બની જાય છે તે પછી જ, એને ખયાલ આવે છે. મુગ્ધ વિદ્યાર્થિનીઓ પોતાના ચેનચાળાથી શિક્ષકને રાજી કરવામાં પોતાની આવડતનું અભિમાન ધરાવે છે, પરંતુ એમ કરવામાં શિક્ષકના શિકારનો તે ભોગ બની જાય છે ત્યારે એની આંખ ઊઘડે છે.
બે-ચાર વર્ષની નાની બાળકી ઉપર બળાત્કાર કરવાનો વિચાર કેટલાક નરાધમોને સૂઝે છે. નાની બાળકીને તો કશી જ ખબર ન હોય. પરંતુ કામાંધ બનેલા બહાવરા માણસો એકાંતનો લાભ લઈ આવું અપકૃત્ય કરી બેસે છે. તેઓ પકડાય છે ત્યારે પસ્તાય છે. પોતાના ઘરના જ પુરુષની વિકૃત મનોદશાનો ભોગ બનતી મહિલાઓમાં ત્યાં સુધીના કિસ્સા બને છે કે ઘરની અંદર ભાઈએ પોતાની બહેન ઉપર, પિતાએ પુત્રી ઉપર કે દીકરાએ માતા ઉપર બળાત્કાર કર્યો હોય. દેશ-વિદેશમાં ક્યારેક બનતા એવા કિસ્સાઓમાં તો શરાબનું અતિ સેવન, વકરેલી જાતીય વૃત્તિ કે વિકૃત, મનોદશા જેવાં કારણો વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે.
એકાદ-બે વખત બળાત્કારનો ભોગ બનેલી અને સમાજમાં વગોવાઈ ગયેલી કન્યાઓ અનેતેમાં પણ ખાસ કરીને અનાથ કે ગરીબ કન્યાઓ કાયમને માટે વેશ્યાના વ્યવસાયમાં ધકેલાઈ જાય છે. કેટલીક વાર તો એવા વ્યવસાયમાં પડેલા આદમીઓ આવી કન્યાઓના શિકાર કરવા માટે જાતજાતની તરકીબો યોજીને હેતુપૂર્વક વારંવાર બળાત્કાર દ્વારા તેઓને આ વ્યવસાયમાં ઘસડી જાય છે.
બળાત્કાર ક્યારેક પુરુષની માનસિક વ્યાધિરૂપ હોય છે. કેટલાક પુરુષોની પ્રકૃતિ જ એટલી બધી વિકૃત હોય છે કે પોતાની કામવૃત્તિ સહજ રીતે પોતાની પત્ની સાથે સંતોષાતી હોવા છતાં કોઈક યુવતીને બળથી વશ ન કરે ત્યાં સુધી પોતાને ચેન પડતું નથી. આવો અપરસ ધરાવનારાના
બળાત્કાર ક ૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org