________________
દુનિયાભરનાં મોટાં શહેરોની મોટી મોટી હોટેલો વ્યભિચારને માટે સારી અનુકૂળતા કરી આપે છે. એવી જ રીતે એવી હોટેલોમાં બળાત્કારની ઘટનાઓ પણ બને છે. એવી કેટલીય ઘટનાઓની વાત અડધેથી અટકી જાય છે અને છાપાં કે પોલીસ સુધી પહોંચતી નથી. એ બે વ્યક્તિ જ મનોમન સમજી જાય છે અને વાત એટલેથી પૂરી થઈ જાય છે.
છેલ્લા કેટલાક સમયથી આધુનિક દેખાવાના મોહમાં સ્ત્રીઓએ ધારણ કરેલા પોશાકો પણ પુરુષની ચંચળ વૃત્તિને ઉશ્કેરવાનું કામ કરે છે. ચલચિત્રોમાં ગીત અને નૃત્યનાં ઉત્તેજક દૃશ્યોમાં અશ્લીલ અભિનય બતાવવાનું વધતું જાય છે. ચલચિત્રોનું ખોટું અનુકરણ કરનાર, અસભ્ય પોશાક ધારણ કરનાર, ચેનચાળા અને લટકાં મટકાં કરનાર યુવતીઓને આરંભમાં તો ગર્વપૂર્વક એમ લાગે છે કે પોતે પુરુષોને પોતાની ઇચ્છા મુજબ કેવી નચાવી શકે છે. પરંતુ એવા જ પ્રસંગો જ્યારે મર્યાદા ઓળંગે છે અને યુવતી પુરુષોના આક્રમણનો ભોગ બને છે ત્યારે તેને સમજાય છે કે પોતાનાં નખરાંનું કેટલું મોટું મૂલ્ય પોતાને ચૂકવવું પડ્યું છે. પકડાયેલી અને વગોવાયેલી આવી કેટલીક યુવતીઓ આ આઘાત સહન ન થતાં આપઘાત કરી બેસે એવી ઘટનાઓ પણ બને છે.
આજકાલ નોકરી માટેનાં અને પ્રસિદ્ધિનાં પ્રલોભનો એટલાં બધાં વધતાં જાય છે કે સારી નોકરી મેળવવા માટે કે નાટક કે ચલચિત્રમાં કામ કરવાની તક મળવાની લાલચે, યુવતીઓ એવી જાહેરખબરો આપી લલચાવનારી યુક્તિ કરનાર પુરુષના બળાત્કારની ભોગ બને છે. હવે તો ઝડપી ફોટા અને વિડિયો ફિલ્મનાં સાધનોના કારણે ગુપ્ત રીતે રખાયેલા કેમેરાઓ દ્વારા બળાત્કારમાં સપડાયેલી યુવતીના ફોટાઓ લેવાઈ જાય છે. પછી એ બ્લેકમેઈલનું મોટું સાધન બની જાય છે. ચલચિત્રમાં કામ કરવું હોય તો અર્ધનગ્ન શરીરનો ફોટો ડાયરેક્ટર કે પ્રોડ્યુસરને આપવો પડશે એવી શરતને મંજૂર કરનારી અને તે પ્રમાણે ફોટો પડાવનારી યુવતી પછી એના એજન્ટના બ્લેકમેઈલનો ભોગ બની જાય છે. એવા એજન્ટોના બળાત્કારને વશ બનવું પડે છે. ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રડે એવી સ્થિતિ આવી યુવતીઓની થાય છે.
કેટલીક કિશોરીઓ કે યુવતીઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે, પોતાનું કામ કરાવી લેવા માટે પુરુષો આગળ ચેનચાળા કરે છે. અને નાટકીય ભાવ બતાવે છે, પરંતુ તેમ કરવા જતાં કોઈક વખથ આકર્ષાયેલા પુરુષના આક્રમણનો જ્યારે તેઓ ભોગ બને છે ત્યારે રોવાનો વખત આવે છે.
૨૦૦ % સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org