________________
બનાવટી નામ અને ફોટો ધરાવતી હોય છે. કેટલીક વ્યક્તિઓ તો ભાડૂતી હોય છે. મૂળ અપહરણ કરાવનાર વ્યક્તિ વળી કોઈ જુદી જ હોય છે. અપહરણ કરનારાઓ પકડાય અને તેમને કાયદેસર શિક્ષા થાય એવી ઘટનાઓ પ્રમાણમાં ઓછી બને છે. અપહરણ થયેલી વ્યક્તિને પોતાને ખબર પડી ગઈ હોય તો પણ કેટલીક વ્યક્તિઓ તેમનાં નામ જાહેર કરતાં ડરે છે. તેઓ અપહરણ કરનારાઓ ઉપર વેર લેતાં કે કાયદેસર પગલાં લેતાં પણ ડરે છે. એમ કરવા જતાં વળી પાછાં નવાં સંકટો ઊભાં થવાનું જોખમ રહે છે, કારણ કે વેરની પ્રતિક્રિયા જલદી શકતી નથી. કેટલાક લોકો પોતે કેટલાં નાણાં ચૂકવ્યાં તેની સ્પષ્ટ વાત કરતા નથી. કેટલાક લોકો ઘણી મોટી રકમ ચૂકવીને છૂટતા હોય છે, પરંતુ પોતે ઘણું મોટું પરાક્રમ અને યુક્તિ પ્રયુક્તિ કરીને બહાદુરીથી છૂટ્યા હોય એવું મિથ્યાભિમાન દર્શાવે છે.
અપહરણના કેટલાક કિસ્સાઓનું એના આયોજકો એવું સરસ સ્વાભાવિક આયોજન કરતા હોય છે કે માણસને છેલ્લી ઘડી સુધી ગંધ ન આવે. ક્યારે, કેટલા વાગે કે ક્યા સ્થળે, કેવી રીતે અપહરણ કરવું, તેમને ક્યાં લઈ જવા, કેવી રીતે સંતાડવા, કેવી રીતે પૈસા માટે કોની મારફત સંદેશો કહેવડાવવો કેવી રીતે અને ક્યાં અપહૃત વ્યક્તિને છોડી મૂકવી એ બધી વિગતોનો એટલો સારો અભ્યાસ કરે છે અને એવી યોજનાબદ્ધ રીતે અપહરણ કરે છે કે બિલકુલ પકડાયા વગર તેઓ ધ્યેયને સફળ કરે છે. એટલે અપહરણ કરાયેલી કોઈ વ્યક્તિ છૂટીને પાછી આવે છે ત્યારે તેના અનુભવો જાણવા માટે સૌ ઉત્સુક રહે છે. કેટલાક અપહરણના કિસ્સાઓ તો વાર્તા જેવા રસિક બની રહે છે. અપહરણનું અપકૃત્ય એક કાયદેસરનો ગુનો છે અને સર્વ રીતે વખોડવાલાયક જ છે, તેમ છતાં કોઈક વખત આયોજકોએ જે રીતે પોતાનું ભેજું દોડાવ્યું હોય છે અને સીફતથી આખી યોજનાને પાર પાડી હોય છે એની વિગતો જ્યારે જાણવા મળે છે ત્યારે એની બુદ્ધિમત્તા માટે કોઈને પણ માન થાય.
અપહરણના કિસ્સાઓની વાતો બહાર આવે છે ત્યારે તે કેટલીક રમૂજ પણ પૂરી પાડે છે. કેટલાક રમૂજી સ્વભાવના માણસો આખા વિષયને રમૂજી દૃષ્ટિથી જોતા હોય છે. જૂના વખતમાં જાતજાતની ચોરીઓ થતી. એ વિષય ઉપર હળવી શૈલીથી કોઈક લેખકને લખવાનું મન થયું એટલે એણે “ચૌર્યકલા' નામનો ગ્રંથ લખ્યો કહેવાય છે. (“મૃચ્છકટિક' - નાટકમાં એનો નિર્દેશ છે.) એમાં ચોરીના વિષયમાં કલાના સર્જનાત્મક અંશો કેવી
૧૯૪ ૬ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org