________________
રીતે ઉમેરી શકાય તેનું રમૂજી નિરૂપણ લેખકે કર્યું હતું. અપહરણના કિસ્સાઓમાં જાતજાતની નાટ્યાત્મક યુક્તિ-પ્રયુક્તિઓ યોજાવા લાગી છે.
ભવિષ્યમાં કોઈક લેખક અપહરણના વિષયમાં નૃત્ય - નાટક - સંગીત - વેષભૂષા વગેરેના કલાત્મક અંશો કેવી રીતે ઉમેરી શકાય તે વિષે
અપહરણ કલા' નામનો કોઈ ગ્રંથ લખે તો નવાઈ નહિ ! અપહરણની વિદ્યા તે વિજ્ઞાન છે કે કલા છે, એ શાસ્ત્ર છે કે લઘુ ઉદ્યોગ છે એવી ગંભીર - અગંભીર ચર્ચાઓ ભવિષ્યમાં કોઈક કદાચ કરે પણ ખરા. યુરોપ કે અમેરિકાની કોઈક યુનિવર્સિટી “The Science of Kidnaping' નામનો નવો અભ્યાસક્રમ દાખલ કરે તો પણ નવાઈ નહિ, એમ પણ કોઈક કહે ખરા.
(અભિચિંતના)
અપહરણ : ૧૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org