________________
કે જેથી કોઈ એવા મોટા સમુદાયને લૂંટવાની હિંમત કરી શકે નહિ. વિમાનવ્યવહાર ચાલુ થયા પછી છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિમાનોનાં અપહરણ એટલે કે હવાઈ ચાંચિયાગીરીના બનાવો નોંધાયા છે. ઘણું ખરું એવા બનાવ રાજદ્વારી કારણોસર બનતા રહ્યા છે. અમુક રાજદ્વારી કેદીઓની મુક્તિ માટે અથવા વેર લેવા માટે આવી ઘટનાઓ બનતી રહે છે. જે દેશો વચ્ચે દુશ્મનાવટ હોય તે દેશના કેટલાક આતંકવાદીઓ વિમાનોના અપહરણ કરે છે. ક્યારેક તેમનો હેતુ ફળે છે. તો ક્યારેક મુસાફરોનો પ્રાણ જાય છે. હવાઈ અપહરણ કરનારને બરાબર બોધપાઠ ભણાવ્યો હોય તો તે ઇઝરાયલે. યુગાન્ડાના ઍરપૉર્ટમાં નાટકીય ઢબે ઘૂસી જઈને પોતાના વિમાનને તેઓ બહાદુરીપૂર્વક અને યુક્તિપૂર્વક છોડાવી લાવી શક્યા હતા.
અપહરણની સમસ્યા ભારતમાં અને વિદેશોમાં દિવસે દિવસે વધુ ગંભીર બનતી જાય છે. સામાજિક ક્ષેત્રે અને વેપારઉદ્યોગના ક્ષેત્રે બનતી વ્યક્તિના અપહરણની ઘટનાઓ બનવાની સાથે એનો ચેપ રાજદ્વારી ક્ષેત્રને પણ લાગ્યો છે. તેનાં પરિણામો અને પ્રત્યાઘાતો હવે વધુ ભયંકર સ્વરૂપ ધારણ કરવા લાગ્યાં છે. ધારાસભામાં, લોકસભામાં કે પક્ષની બેઠકમાં અગત્યનું મતદાન થવાનું હોય તે દિવસે કોઈક સભ્યોનું એકબે દિવસ માટે અપહરણ થાય છે. જેથી મતદાનમાં ફરક પડે. ક્યારેક સભ્યો પેતે જ પૈસા લઈ પોતાનું અપહરણ કરાવતા હોય છે.
ભારતમાં પંજાબ અને કાશ્મીરની સમસ્યાઓ ઘણી ગંભીર બની ગઈ છે. એ બંને રાજ્યોના આતંકવાદીઓને પાકિસ્તાન તરફથી તાલીમ અને શસ્ત્રોની સહાય એટલી બધી ખુલ્લી રીતે અપાય છે કે ભારતે એના નિરાકરણ માટે કોઈ આકરાં પગલાં લીધા સિવાય છૂટકો નથી. આતંકવાદીઓ ગમે ત્યારે ગમે તેનું ખૂન કરી નાખે છે, પોતાની બાતમી આપનારનાં કુટુંબીઓ ઉપર વેર લે છે, મહત્ત્વની વ્યક્તિઓનું અપહરણ કરવાની યોજનાઓ ઘડે છે. બાન પકડેલી વ્યક્તિઓને છોડાવવા માટે સરકાર તરફથી મોટી કિંમત ચૂકવવામાં આવે છે એટલે વાઘ જાણે લોહી ચાખી ગયો હોય એવી પરિસ્થિતિ પ્રવર્તે છે. આસામમાં પણ ઉલ્ફાવાદીઓને બંગલા દેશની ગુપ્ત સહાય મળ્યા કરે છે. અપહરણની ઘટના માત્ર રાષ્ટ્રિય સ્તરે જ નહિ, આંતરરાષ્ટ્રિય સ્તરે પણ બની રહી છે. ક્યું રાષ્ટ્ર સામે વેર લેવા ઇચ્છે છે અને તેના ઉપર બીજાં મોટાં સત્તાશાળી રાષ્ટ્રોનો કેટલો દબાવ છે એના આધારે અપહણની અને મુક્તિની ઘટનાઓ બને છે. ક્યારેક અપહરણ કરનાર ટોળકીના સભ્યો વચ્ચે મતભેદ ઊભા થાય છે ત્યારે
૧૯૦ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org