________________
એક જૂથ અપહરણ કરે છે તો બીજું જૂથ મુક્તિ અપાવે છે. આવી વિચિત્ર ઘટનાઓ પણ અપહરણના ક્ષેત્રે બને છે.
ઉચ્ચ કક્ષાના મહત્ત્વના રાજદ્વારી પુરુષનું કરાતું અપહરણ એક ગંભીર સમસ્યા બની જાય છે. તેને મરવા દેવાતા નથી. એટલે જ એની ઘણી ભારે કિંમત ચૂકવવી પડે છે. દુનિયાભરના આતંકવાદીઓને પોતાના સાથીઓને છોડાવવા માટે આ એક સારો કીમિયો જડી ગયો છે. કાયદો અને ન્યાય એની આગળ લાચાર થઈ જાય છે. કેટલીક વાર સરકારોને નમતું જોખવું પડે છે. કેટલાંક વર્ષ પહેલાં જાપાની સરકારે પોતાના આતંકવાદીઓને અપહરણ કરાયેલા વિમાનોને ચોડાવવા માટે ભારે નાણાં ચૂકવ્યાં હતાં.
ભારતમાં રાજદ્વારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર અને ગંદવાડ એટલો બધો વધી ગયો છે કે પ્રધાનો, સંસદસભ્યો વગેરેને રાજ્ય કરવા કરતાં ખુરશી મેળવવામાં અને સાચવવામાં અને એવી રીતે આર્થિક લાભો માટે ગેરરીતિઓ આચરવામાં વધુ રસ રહ્યો છે. આથી સમગ્ર દેશનું પોલીસતંત્ર ઘણું બધું નિષ્ક્રિય થઈ ગયું છે. પરિણામે વધતી જતી ગુનાખોરીને કારણે ભારતને લાંબે ગાળે ઘણું નુકસાન ભોગવવાનું રહેશે. વિદેશી રાજદૂતોને સરકાર જો સરખું રક્ષણ ન આપી શકે અને તેમનાં અપહરણના કિસ્સા બને તો બીજા દેશો સાથેના રાજદ્વારી સંબંધો ઉપર એની માઠી અસર અવશ્ય પડે છે.
ભારતમાં એક બાજુ અતિશય શ્રીમંતાઈભર્યું રજવાડી જેવું અને ક્યારેક તો વરવા ધનપ્રદર્શનવાળું જીવન જીવાય અને બીજી બાજુ ઝૂંપડપટ્ટીઓમાં ચીંથરેહાલ દશામાં પશુ કરતાં પણ ભૂંડું જીવન જિવાય છે. સમાજના બે વર્ગ વચ્ચે જ્યાં આટલું બધું અંતર હોય ત્યાં નિર્દન લોકોને શ્રીમંતો પ્રત્યે દ્વેષ, ધિક્કાર ઈર્ષ્યા રહ્યા કરે, શ્રીમંતોનાં દુ:ખની વાત સાંભળી રાજી થવાય તેમ બનવું સ્વાભાવિક છે. એટલે શ્રીમંતોના અપહરણની વાતો સાંભળીને તેઓ ખુશ થાય તો તેમાં કંઈ નવાઈ નથી. શ્રીમંતો પ્રત્યે પોતાનું અંગત વેર વસૂલ કરવા માટે અપહરણના તુક્કા તેમને સૂઝે તો તેથી આશ્ચર્ય ન થવું જોઈએ.
વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રે પોતાનો હિસાબ ચૂકતે કરવો હોય, તેણી નીકળતી મોટી રકમ બળજબરીથી વસૂલ કરવી હોય તો અપહરણ કરાવવાનો માર્ગ લેવાય છે. બીજી બાજુ પોતાને મોટી રકમ મેળવવી હોય તો ગુનેગારોને હવે શ્રીમંતોનાં કે તેમનાં સંતાનોનાં અપહરણ કરવાની
અપહરણ : ૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org