________________
હોય છે. અમુક હદથી વધુ ભાર તે સહન નથી કરી શકતું. તેથી તેનું મૃત્યુ થાય છે. કોઈ કોઈ વાર એવી ઘટના બને છે કે નાની સરખી ભૂલ માટે બાપ નાના કુમળા બાળકને એટલું બધું મારે કે બાળક તમ્મર ખાઈ નીચે પડે અને પછી મૃત્યુ પામે. ઘણાં વર્ષો પહેલાં વાંચેલી એક ઘટના યાદ આવે છે કે જેમાં બિહારના એક ગામમાં એક અત્યંત ગરીબ પિતાને, સાત-આઠ વર્ષના દીકરાએ પાંચ રૂપિયાની નોટ ખોઈ નાખી એથી એટલો બધો ગુસ્સો ચડેલો કે દીકરાને ખૂબ માર્યો અને છેવટે રડતો રડતો છોકરો મૃત્યુને શરણે થયો. કેટલાંક વર્ષ પહેલાં ગુજરાતના બનેલા બનાવ પ્રમાણે માએ ચીંધેલું ઘરકામ કરવાને બદલે પોતાની સામે અતિશય બોલબોલ કરતી દીકરીને અટકાવવા, માએ ગુસ્સામાં દીકરીને પકડીને એનું મોઢું જોરથી દબાવી દીધું અને કહ્યું, “લે, હવે બોલ જોઈએ ?” પણ એ મોટું એટલી હદ સુધી દબાવી રાખ્યું કે દીકરી ગૂંગળાઈને મરી ગઈ. આવી રીતે સ્વજનોને હાથે જ, ઇરાદો ન હોવા છતાં, અતિશય મારઝૂડને કારણે બાળકો મૃત્યુ પામે છે અને મારનારને જિંદગીભર પસ્તાવો કરવાનો રહે છે. આવા પ્રસંગ બને છે ત્યારે કાયદેસર એ ગુનો બને છે. એવી વ્યક્તિને સજા થાય છે, ક્યારેક જેલમાં જવાનો વખત પણ આવે છે.
ભારત અને બીજા કેટલાક દેશોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘણું છે. ધર્મને નામે બાલહત્યાનું પ્રમાણ હવે ઘટ્યું છે તો પણ સદંતર બંધ થઈ ગયું છે એમ ન કહી શકાય. દેવદેવીને બલિ ધરાવવા માટે જેમ પશુઓની હત્યા થાય છે તેમ ક્યાંક ગુપ્ત રીતે બાળકોને પણ વધેરવામાં આવે છે. પોતાની માનતા પૂરી કરવા, દેવદેવીને પ્રસન્ન કરવા બાળકનો ભોગ ધરાવવા માટે કોઈકના બાળકનું અપહરણ થાય છે અને એવી અજાણી એકાંત જગ્યાએ લઈ જઈ બાળકનો ભોગ આપવામાં આવે છે. કાયદેસર આ ગુનો હોવા છતાં આવી ઘટનાઓ હજુ ક્યારેક બને છે. કેટલાક મેલી વિદ્યાના ઉપાસક બાવાઓ પણ આવી રીતે બાલબલિ ધરાવે છે.
જૂના વખતમાં સવિશેષ અને વર્તમાન સમયમાં પણ હજુ ક્યાંક એવી માન્યતા પ્રવર્તે છે કે પોતાનાં સંતાન જીવતાં ન રહેતાં હોય તો એક સંતાન જન્મે કે થોડા વખતમાં બલિ તરીકે પોતાના ઇષ્ટ દેવ કે દેવીને ધરાવવાથી પછીનાં સંતાનો જીવી જાય છે. તબીબી વિજ્ઞાનની આધુનિક સગવડો હવે સર્વત્ર ઉપલબ્ધ થવાથી એ પ્રકારના બાળમરણનું પ્રમાણ ઘણું બધું ઘટી ગયું છે. એથી દેવદેવીને એક બાળક ધરાવવાની પ્રથા લુપ્તપ્રાયઃ થઈ ગઈ છે. દેવદેવીઓ જુદું રૂપ લઈને ભક્તની કસોટી કરવા માટે બાળકનું
બાલહત્યા ક ૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org