________________
પોતે કેવું ભયંકર અપકૃત્ય કરી બેસે છે એનું એને પોતાને પણ ભાન રહેતું નથી.
બાલહત્યાની એક જુદા જ પ્રકારની ઘટના અમેરિકામાં કેલિફોર્નિયામાં કેટલાક વખત પહેલાં બની હતી. એક છ વર્ષના છોકરાએ પોતાના દોસ્તારના ઘરમાં જઈ એક મહિનાના નવજાત શિશુના માથામાં લાકડી ફટકારી એની ખોપરી તોડી નાખી હતી. નાનાં છોકરાંઓ જ્યારે માતાપિતા વિનાનાં બની જાય છે, દેખરેખ રાખનારું કોઈ હોતું નથી અને જંગલીપણાના સંસ્કાર એવા રખડુ છોકરાંઓમાં આવે છે અને જ્યારે તેઓની ટોળકી બંધાય છે ત્યારે અંદરઅંદરની અદાવતને કારણે વેર વાળવા બાલહત્યાનું અવિચારી પગલું ભરાઈ જાય છે. પોતાના ગુનાની ગંભીરતા કેટલી બધી છે એની એ બાળકોને પોતાને પણ સમજ નથી હોતી.
કેટલાક વખત પહેલાં લંડનમાં એક એવો બનાવ બન્યો હતો કે એક મહિલા એક સ્ટોરમાં ખરીદી કરતી હતી ત્યારે પાછળ પાછળ ચાલતા એના નાના બાળકને ભોળવીને અને ફોસલાવીને બીજો એક સગીર વયનો છોકરો લઈ ગયો હતો અને પછી એણે એ બાળકને મારી નાખ્યું હતું. એ છોકરો પકડાયો, અદાલતમાં કેસ ચાલ્યો અને ગુનો પુરવાર થયો. ગુનો એટલો ગંભીર હતો કે છોકરો સગીર વયનો હોવા છતાં અદાલતે એને જન્મટીપની સજા કરી હતી.
છેલ્લા કેટલાક દાયકાથી રિવૉલ્વર, ગન વગેરે ઘાતક શસ્ત્રો સરળતાથી મળતાં હોવાથી હત્યાનું પ્રમાણ દુનિયાભરમાં વધી ગયું છે. એમાં બાળકોને મારી નાખવાની વૃત્તિ-પ્રવૃત્તિ પણ, વિશેષત: પાશ્ચાત્ય દેશોમાં ઉત્તરોત્તર વધુ જોર પકડતી જાય છે. - બાળકોના અપમૃત્યુમાં ગર્ભહત્યાનો વિષય એક જુદો જ ગંભીર વિષય છે. બાળકોના સામુદાયિક આકસ્મિક મૃત્યુનો વિષય પણ જુદો છે. અહીં તો આપણે બાળકની હત્યા કરવાની ઘટના વિશે વિચારીશું.
બાળકની હેતપૂર્વકની હત્યા કરવાની ઘટના આદિકાળથી ચાલી આવે છે. પ્રાચીન ધર્મગ્રંથોમાં એવા કેટલાયે ઉલ્લેખો મળે છે. બાળકની હત્યા કરનાર તરીકે પૌરાણિક ધર્મકથાઓમાં રાજા કંસનું નામ કલંકિત છે. એટલે બાળકની હત્યા કરવાનું વૃત્તિને “કંસવૃત્તિ' તરીકે ઓળખાવવી હોય તો ઓળખાવી શકાય. પોતાની બહેનનું સંતાન પોતાનો વધ કરશે એવી આકાશવાણી સાંભળી કેટલાં બધાં બાળકોને તે મરાવી નાખે છે અને છતાં છેવટે કૃષ્ણના હાથે એનો વધ થાય છે અને આકાશવાણી સાચી પડે છે.
બાલહત્યા : ૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org