________________
૨૩ બાલહત્યા
થોડાક સમય પહેલાં સ્કૉટલૅન્ડના એક ગામમાં કોઈ એકલવાયા, જાતીય વિકૃતિ ધરાવનારા, નિષ્ફળતાપીડિત માણસે રોષે ભરાઈને એક શાળાના વ્યાયામ વિભાગમાં જઈને એકસાથે ત્રીસ કરતાં વધુ બાળકોને ગોળીએ વીંધી નાખ્યાં હતાં. બીજા કેટલાંક બાળકો ઘવાયાં હતાં. બાળકોની આટલી મોટી સામુદાયિક હત્યાએ માત્ર ઇંગ્લેન્ડમાં જ નહિ, સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો હતો.
આ ઘટનાની તપાસને પરિણામે એમ જણાયું હતું કે જાતીય વિકૃતિ ધરાવનાર, એકલવાયું જીવન જીવનાર એ માણસ કોઈક બહાને શાળામાં જઈ બાળકોને ફોસલાવી એમનો પોતાની જાતીય વાસના સંતોષવા ઉપયોગ કરતો હતો. એ વાત જાણીતી થતાં એને શાળામાં આવતો બંધ કરવામાં આવ્યો હતો અને એનો સામાજિક બહિષ્કાર ચાલુ થયો હતો. એનું વેર લેવા એ માણસે અચાનક શાળામાં જઈ પોતાની ગનથી એકસાથે આટલાં બધાં બાળકોનાં શબ ઢાળી દીધાં. આખું ગામ શોકમાં ડૂબી ગયું, કેટલાંય ઘરોમાં રોકકળ થઈ ગઈ.
માણસ જ્યારે લગ્નજીવનમાં નિષ્ફળ નીવડે છે, વ્યવસાયમાં હતાશ થઈ જાય છે, દેવાદાર બની જાય છે, મિત્રો અને પડોશીઓ સાથે અણબનાવ થાય છે અને એને આસ્વાસન આપનાર કોઈ હોતું નથી તથા પોતાના એકાંત ઘરમાં એકલો એકલો રહે છે ત્યારે વિચારવાયુનો તે ભોગ થઈ પડે છે. વખત જતાં જ્યારે તે માનસિક સમતુલા ગુમાવી બેસે છે ત્યારે
૧૭૮ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org