________________
નહિ. પરંતુ વર્તમાન સમયમાં પુરુષ વર્ગની જાતીય વૃત્તિને ઉશ્કેરે એવાં દૃશ્યો ચલચિત્રો-ટી.વી.માં વધતાં જાય છે. સસ્તા મનોરંજન દ્વારા ઝાઝી કમાણી કરવા માટે નિર્માતાઓ - કલાકારો વગેરે વાસ્તવિકતાને નામે આવી અધમ વૃત્તિનો આશ્રય એ છે અને એથી અર્ધનગ્ન પ્રણયચેષ્ટાઓ અને બળાત્કારોનાં દશ્યો વધતાં જાય છે. આની ખરાબ વિકૃત અસર બાળકો, યુવક-યુવતીઓ પર પડે છે અને પછી ભાન ભૂલીને તેઓ અપકૃત્ય કરી બેસે છે.
આવા ગુના ન બને એ માટે કાયદેસરની સજા ઉપરાંત લોકમતની જાગૃતિ અને માબાપની સાવચેતીની પણ એટલી જ આવશ્યકતા છે. પોતાનાં કુમળી વયનાં પાંચપંદર વર્ષનાં સંતાનો ક્યાં ક્યાં જાય છે, કોની સાથે રમે છે, ત્યાં અપરિણીત વાસના-ભૂખ્યા પુરુષો કે દુરાચારી માણસો કોણ કોણ કામ કરે છે કે બહારથી આવે છે એનું સાવચેતીપૂર્વક ધ્યાન રાખતા રહેવું જોઈએ. આવી એકાદ ઘટનાથી બાળકનું જીવન વેડફાઈ જાય છે. કોઈક માનસિક રોગથી પીડાય છે, કોઈક મૃત્યુ પામે છે, કોઈક આપઘાત કરે છે. છોકરીના જીવનમાં એવી ઘટના બને તો જીવન ધૂળધાણી થઈ જાય છે. કોઈક વેશ્યાવૃત્તિ તરફ ઘસડાય છે. એને ઘસડી જનારા દલાલો પણ હોય છે.
વર્તમાન સમયમાં કૅમેરા-વીડિયો આવતાં પ્રલોભનો વધ્યાં છે અને ભયસ્થાનો પણ વધ્યાં છે.
બાળકોના જાતીય શોષણ કે સતામણીની સમસ્યા વધુ વિકટ બનતી જાય છે. એમાં માતાપિતાની કાળજી અને જાગૃતિ ઘણું કામ કરી શકે. સાચો પ્રેમ આપી, વિશ્વાસમાં લઈ પોતાનાં સંતાનોને વખતોવખત પૂછતા રહેવાથી આવાં જોખમોથી વેળાસર બચી જવાય છે.
બાળકો પ્રભુના પયગંબર છે. બાળકો પ્રભુનાં પ્યારાં છે. આજનાં બાળકો આવતી કાલના નાગરિકો છે. બાળકોનાં સમય અને શક્તિનું સુંદર, વ્યવસ્થિત આયોજન પ્રત્યેક ગ્રામ- નગરમાં જો થાય તો ભાવિ ઘણું ઉજ્જવળ બને. એ માટે વાત્સલ્યસભર નિવૃત્ત માણસો પોતાના સમયનો ભોગ આપવા તત્પર હોય એવા અવશ્ય મળી રહે જ.
બાળકોની ઉપેક્ષા એ આપણી પોતાની જ ઉપેક્ષા છે. બાળકો પ્રત્યેનો દુર્વ્યવહાર સમાજને પોતાને જ નુકસાનકારક નીવડવાનો છે. સામાજિક તકેદારી જેટલી વધશે એટલો સમાજને પોતાને જ લાભ થવાનો છે. આપણા દેશમાં ચારે બાજુ સમસ્યાઓ છે. ભ્રષ્ટાચારનો પાર નથી.
૧૭૬ - સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org