________________
આમ, યુદ્ધના વખતમાં થતા બાળકોના મૃત્યુનો પ્રશન ગંભીર બની રહે છે. આધુનિક સમયમાં યુદ્ધ વખતે આંતરરાષ્ટ્રિય સ્તરે આર્થિક અને અન્ય પ્રકારની નાકાબંધીનો ભોગ બાળકો પહેલાં બને છે. ઇરાક અને કુવૈતના યુદ્ધ વખતે અમેરિકાની આગેવાની હેઠળ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા લાદવામાં આવેલી નાકાબંધીને કારણે ઇરાકને ખોરાક, દવાઓ, શુદ્ધ પાણી માટેનાં સાધનો વગેરે બહારથી મળતાં બંધ થઈ ગયાં. આ પ્રતિબંધનો ભોગ બાળકો વધુ પ્રમાણમાં બન્યાં. પાંચ વર્ષના પ્રતિબંધને કારણે ઇરાકમાં પાંચ લાખ ક૭ હજાર બાળકો મૃત્યુ પામ્યાં. યુદ્ધનીતિ આડકતરી રીતે બાળકોની ક્રમિક સામુદાયિક હત્યામાં કેવી રીતે પરિણામે છે તેનું આ એક મોટું દુખદ ઉદાહરણ છે.
- સરકારી સ્તરે બાળકોની સત્તાવાર રીતે હત્યા કરવામાં આવે એ તો નરી નિર્દયતા જ ગણાય. બ્રાઝિલમાં ચોરી, લૂંટ, ખૂન વગેરે પ્રકારના ગુનાઓમાં રસ્તે રખડતાં બાળકો પણ ઠીક ઠીક સંખ્યામાં સંડોવાય છે. આથી મધરાતે શંકાસ્પદ રીતે રખડતાં બાળકોને ઠાર મારવાની સત્તા પોલીસને અપાય છે. કેટલાક વખત પહેલાં એક જ રાતમાં નવ બાળકોને પોલીસે મારી નાખ્યાં હતાં. એ ઘટનાએ ઘણો વિવાદ જગાવ્યો હતો.
કોઈ કોઈ માણસો એવા માનસિક રોગથી પીડાતા હોય છે કે કશુંક સુંદર જુએ તો તેને કચડી નાખવાની કે નષ્ટ કરવાની અદમ્ય પાશવી વૃત્તિ તેમનામાં ઉછાળા મારે છે. કોઈક સુંદર પુષ્પ જુએ તો તેની સુગંધ અને તેના રંગને માણવાનું એમને મન થતું નથી, પણ તેને મસળી-ચોળી નાખવાનું મન થાય છે. આ એક પ્રકારનો માનસિક રોગ છે. કેટલાંક નાનાં બાળકને પોતાનું સરસ રમકડું જો તે જુએ તો તે જ્યાં સુધી પોતે તોડી ન નાખે ત્યાં સુધી એને જંપ વળતો નથી. નિર્દોષ નાનાં ફૂલગુલાબી બાળકોને જોતાં જ કેટલાંકને તેને મારી નાખવાનું મન થાય છે. આવા માનસિક રોગમાં વિવિધ પ્રકારની ગ્રંથિઓ અને ભૂતકાળનો ઇતિહાસ કામ કરે છે. પોતાનામાં એવી કોઈ ગ્રંથિ પડેલી છે એવું પણ તેમને સમજાતું નથી.
- બાળકોને વાનરસેના કહેવામાં આવે છે. કોઈ એક બાળક એક પ્રકારનું તોફાન કરે તો બીજાં બાળકો પણ તેમ કરવા લાગે છે. કોઈ એક વ્યક્તિને એક બાળક વિચિત્ર નામ પાડી ચીડવે તો એનાં સાથીદાર બાળકો પણ એ પ્રમાણે કરવા લાગે છે. મોટી કોઈ વ્યક્તિ આવી ચીડવણીનો જ્યારે ભોગ બને છે અને પોતાના મન પરનો કાબૂ ગુમાવી બેસે છે ત્યારે બાળકોને
૧૮૪ - સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org