________________
ડરાવે છે, મારે છે, જોરથી ફટકારે છે. જે દેશોમાં રિવૉલ્વર જેવાં સાધનો સુલભ છે ત્યાં આવી વ્યક્તિ અચાનક બાળકનું ખૂન કરી નાખે છે. સુધરેલા ધનાઢ્ય દેશોમાં આવી રીતે થતી બાળહત્યાના કિસ્સા વધુ નોંધાયા છે. (અન્ય પક્ષે છંછેડાયેલા કોઈ બાળકે મોટી વ્યક્તિની રિવૉલ્વરથી હત્યા કર્યાના કિસ્સા પણ બને છે.)
બાળકોને મારી નાખવાની પુખ્યવયના ગુનેગારોની વૃત્તિને હજુ સમજી શકાય, પરંતુ નાના છોકરાંઓમાં કોઈક બાળકને મારી નાખવાની વૃત્તિ (Killer Instinct) હોય એ તરત ન સમજી શકાય એવો વિષય છે. સારા ગણાતાં બાળકોમાં પણ અચાનક આવી વૃત્તિ ક્યાંથી આવે છે અને તેવું દુષ્કૃત્ય કેમ કરી બેસે છે એ વિશે પાશ્ચાત્ય દેશોમાં મનોવૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે. ટી.વી. પર મારામારી અને ખૂનનાં દૃશ્યો વધુ પડતાં બતાવાય છે તેની માઠી અસર કે પોતાના ઘરમાં જ માતાપિતા કે ભાઈભાડું કે બીજા કોઈ વચ્ચે થયેલું ખૂન નજરે નિહાળ્યું હોય એની અસર પણ થાય છે.
પાશ્ચાત્ય દેશોમાં જ્યાં પતિ અને પત્ની બંને કમાવા માટે કંઈક વ્યવસાયમાં જોડાયેલાં હોય અને સવારથી સાંજ સુધી કે અમુક કલાક ઘરમાં બાળકને એકલું રાખવામાં આવતું હોય અને બાળકને માટે રમતગમત, ટી. વી., ખાવાનું વગેરેની બધી વ્યવસ્થા કરેલી હોય કે જેથી બાળક રોકાયેલું રહે તો પણ ઘરમાં એકલા રહેલા બાળકમાં એકલતાને કારણે કેવી ગ્રંથિઓ જન્મે છે અને દઢ થાય છે એ કહી શકાય નહિ. આવાં બાળકો જ્યારે એકાદ અપકૃત્ય કરી બેસે છે ત્યારે જ માતાપિતાને સમજાય છે.
નાનાં છોકરાંઓમાં કોઈક વાર અંદરઅંદર ઝઘડા જ્યારે થાય છે ત્યારે બેચાર જણનું એક જૂથ એકાદ છોકરાને ટીપી નાખે છે કે ગળચી દબાવી દે છે. તેઓને એના ભયંકર પરિણામનો અંદાજ હોતો નથી. પરંતુ માર ખાનાર છોકરો મરી જાય છે ત્યારે તેઓ ગભરાઈ જાય છે. તરવાના હોજમાં આવી ટોળકીએ કોઈક છોકરાને પાણીમાં ગૂંગળાવી માર્યો હોય એવા બનાવો પણ બને છે. કોઈ એક બાળકને બહુ ચીડવવામાં આવે કે એની બહુ સતામણી થાય ત્યારે વેર લેવા એ બીજા બાળકની હત્યાનો આશ્રય લે એવાં બનાવો પણ બને છે.
દુનિયાભરમાં બાલહત્યાના વધતા જતા પ્રમાણ અંગે સચિત થવાની જરૂર છે. બાળકોમાં આવી ગુનાખોરી વધતી અટકાવવા માટે તેનો અભ્યાસ કરી તેના ઉપાયો વિચારવાની જરૂર છે. પુખ્તવયનાં સ્ત્રીપુરુષો દ્વારા થતી
બાલહત્યા ૪૯ ૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org