________________
પ્રાચીન વખતમાં બે જુદી જુદી આનુવંશિક જાતિઓ વચ્ચે વૈરવૈમનસ્ય રહેતું હોય અને જ્યારે જ્યારે તેમની વચ્ચે અથડામણ થતી ત્યારે કેટલીક વાર દુશ્મન જાતિનાં બાળકોને પહેલાં મારી નાખવામાં આવતાં. એથી કેટલીયે નાની નાની ટોળીઓનું આ રીતે વખત જતાં અસ્તિત્વ જ મટી
જતું.
ભારતીય આર્ય પરંપરામાં બાળહત્યા, સ્ત્રીહત્યા, ગૌહત્યા અને બ્રહ્મહત્યા એ ચાર મોટાં પાતિક મનાય છે. સ્ત્રીઓ અને બાળકોમાં શારીરિક પ્રતિકારની શક્તિ ઓછી હોય છે. એમાં નાનાં નિર્દોષ બાળકમાં પ્રતિકાર કેવી રીતે કરી શકાય એટલી પણ સૂઝ હોતી નથી. નાના બાળખની હત્યા કરવા માટે શસ્ત્રની પણ જરૂર ન પડે એટલું કોમળ એનું શરીર હોય છે. માણસે બાથ ભીડવી હોય તો પોતાના સમોવડિયા સાથે ભીડવી જોઈએ. એમાં બહાદુરી છે. પોતાનાથી નબળાને પરાજિત કરવામાં બહાદુરી નથી. એટલા માટે જૂના વખતમાં ખૂની, ચોર, ડાકુઓ વગેરે વેર લેવું હોય તો પણ બાળહત્યા તથા સ્ત્રીહત્યા ન કરવાની નૈતિક પ્રણાલિકાને ધર્મરૂપ માનીને સાચવતા. બાળકૃષ્ણના નાગદમનના પ્રસંગમાં નાગણો એમને વિનવે છે :
જળકમળદળ છાંડ બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે,
મને બાળહત્યા લાગશે.' આમ, નાગણો પણ બાળહત્યાના પાપથી ડરે છે.
સામાન્ય રીતે કોઈ સંકટ આવી પડે, આગ લાગી હોય, જહાજ ડૂબતું હોય, રોગચાળો ફેલાતો હોય, યુદ્ધ ફાટી નીકળ્યું હોય ત્યારે બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, અપંગો વગેરેને પહેલાં બચાવી લેવાની પ્રથા છે. એમાં માનવતાની દૃષ્ટિ તથા પોતાના પ્રાણના ભોગે પણ તેમને બચાવવાની સમર્પણની ઉચ્ચ ભાવના રહેલી છે.
બાળકનું ઇરાદાપૂર્વક ખૂન કરવું અને બાળકનું ખૂન કરવાનો આશય ન હોવા છતાં ખૂન થઈ જાય એવી ઉભય પ્રકારની બાલહત્યાની ઘટનાઓ બને છે. કોઈક વ્યક્તિનો આશય બાળકનું ખૂન કરવાનો નહિ પણ એને શારીરિક શિક્ષા કરવાનો હોય છે. પરંતુ એ શિક્ષારૂપે પડેલો માર સહન કરવાની શક્તિ બાળકમાં ન હોય, અથવા શરીરના એવા મર્મભાગ ઉપર પ્રહાર થાય છે કે એ બાળકનું મૃત્યુ થાય. બાળકોનું શરીર બહુ કોમળ
૧૮૦ જ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org