________________
૨૨ બાળકો: ઉપેક્ષા અને દુર્વ્યવહાર
કેટલાક સમય પહેલાં કોલકાતાની એક હોસ્પિટલમાં બે-ચાર દિવસમાં જ સંખ્યાબંધ બાળકોનાં મૃત્યુ થયાં હતાં. એવી જ રીતે, થાણા જિલ્લાનાં કેટલાંક ગામોમાં કોઈક રોગને કારણે ઘણાં બાળકો અવસાન પામ્યાં હતાં. વળી, દિલ્હીની એક શાળામાં પીવાના ગંદા પાણીને લીધે ૬૦ જેટલાં બાળકોને ઝાડા-ઊલટી થયાં હતાં. બાળકો પ્રત્યેની આપણી ઉપેક્ષાનું જ આ પરિણામ છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે એ લક્ષમાં લઈને આરોગ્યની દૃષ્ટિએ જે સાવચેતીના પગલાં લેવાવાં જોઈએ તે લેવાતાં નથી. તે અંગે વિચાર સુદ્ધાં થતો નથી. ઘટના બન્યા પછી દોડધામ થાય છે. વિરોધના મોરચા નીકળે છે, તોફાનો થાય છે. તપાસના આદેશ અપાય છે. પછી બધું શૂન્ય.
ભારત ગીચ વસ્તીવાળો દેશ છે. આર્થિક દૃષ્ટિએ પછાત છે. ગામડાંઓના અસંખ્ય લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી. આરોગ્ય માટે સરકારી સુવિધાઓ પાંખી છે. અજ્ઞાન અને બેદરકારીનો પાર નથી. આ બધું તો ખરું જ, પણ જેમની સત્તાવાર જવાબદારી છે એવો અધિકારી વર્ગ પણ પ્રમાદી, બેદરકાર અને આવડત તથા સતર્કતાના અભાવવાળો છે. શહેરો અને ગામડાંઓના કેટલાયે લોકો પણ ગરીબ, ગંદા અને અશિક્ષિત છે. શારીરિક અને સામાજિક સ્વાથ્યની તેમને કશી સમજણ કે ગતાગમ નથી. આપણા દેશમાં સ્વચ્છતાના અભિયાનની મોટી જરૂ૨ છે. ગાંધીજીએ
૧૭૨ જ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org