________________
ધીમેથી ગળગળા અવાજે એટલું જ બોલ્યા, “કાઠિયાવાડથી હાથપગે અહીં પંચમહાલમાં આવી આખી દુકાન મેં એકલે હાથે જમાવી. દીકરાને તો તૈયાર ભાણે બેસવા મળ્યું છે. હવે હું લાચાર છું. ડરીને જીવું છું. દિવસો ઝટ પૂરા થાય એની રાહ જોઉં છું. આજે મારો વારો છે. કાલે એનો વારો આવશે.”
પિતાપુત્ર વચ્ચે પરસ્પર પ્રેમની કોઈ લાગણી રહી નહોતી; બલકે લાગણી હવે ધિક્કારની હતી.
પોતાનાં સંતાનોમાં દીકરો હોય કે દીકરી, એ વચ્ચેનો ભેદ હવે ઘણા દેશોમાં ઓછો થતો જાય છે. જેમને સંતાનોમાં ફક્ત એક જ દીકરી હોય તેને પુત્ર ન હોવાથી કેટલોક ડર રહેતો નથી. એક અથવા વધારે દીકરા ધરાવનારને વૃદ્ધાવસ્થામાં જે સમસ્યાઓનો ભોગ થવું પડે છે તેનો ખયાલા અપુત્ર માણસોને ઓછો આવે છે. જેમ નિ:સંતાન રહેવાથી કેટલીક ઉપાધિઓમાંથી બચી જવાય છે તેમ કેટલાક આનંદથી વંચિત પણ રહેવાય છે. દીકરાએ ખૂનની ધમકી આપી હોય, ઝનૂની સ્વભાવનો હોય અને ઘાતક હથિયાર સુલભ હોય એવાં માતાપિતાએ સતત ચિંતા કે ધ્રુજારી જે અનુભવી હોય તેનો ખયાલ નિ:સંતાન પતિપત્નીને હોતો નથી. તે તો અનુભવે જ સમજી શકાય એવી વાત છે.
ભારતીય સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે તો પુત્ર સોળ વર્ષની ઉમરનો થતાં પિતાના મિત્ર જેવો ગણાય છે. કહ્યું છે :
लालयेत पंच वर्षाणि दशवर्षाणि ताडयेत् ।
प्राप्ते तु षोडशे वर्षे पुत्रे मित्रवदाचरेत् ।। બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી એનું લાલનપાલન કરવું એને લાડ લડાવવા, પછીનાં દસ વર્ષ એને રીતભાત વગેરે શીખવવા, જોખમમાંથી બચાવવા ધાક રાખવી જોઈએ, જરૂર પડે તો મારવું પણ જોઈએ જ. પરંતુ દીકરો સોળ વર્ષનો થાય ત્યારે સમજણો થાય છે. સ્વતંત્ર રીતે વિચારતો થાય છે. કેટકેટલી બાબતમાં એનાં સલાહ-સૂચન કામ લાગે છે. સોળ વર્ષ પછી દીકરાને મારવાથી તે સામે થઈ જાય છે. હવે એનામાં શારીરિક તાકાત પણ આવી હોય છે. એટલે માબાપે મારવાનું છોડી દેવું જોઈએ. બહુ શિખામણ આપવાનું પણ છોડી દેવું જોઈએ. એની પાસેથી સારામાં સારું કામ લેવું હોય તો એને મિત્ર જેવો ગણવો જોઈએ.
વૃદ્ધાવસ્થામાં માતાપિતાએ પોતાની શારીરિક અને સ્વભાવગત મર્યાદા સમજી લેવી જોઈએ. જીવન સતત પરિવર્તનશીલ છે. નવી પેઢીને પોતાના
૧૭૦ જ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org