________________
વર્તમાન સમયમાં વિડિયો ગેમના પ્રકારના જુગારનું વ્યસન વધતું જાય છે. જુગારમાં મોટી રકમ હારેલા કિશોરો પૈસા કઢાવવા માતાપિતાને મારી નાખવાની ધમકી આપે છે. દારૂ અથવા માદક પદાર્થોના વ્યસનને લીધે ઉન્માદી બનેલો દીકરો પણ ઘેનમાં ભાન ભૂલી પિતાનું કાસળ કાઢી નાખે છે. આવી ઘટનાઓનું પ્રમાણ પાશ્ચાત્ય દેશોમાં વધુ બને છે. એમાં ટી.વી. પર વાસ્તવિકતાના નામે બતાવાતી આવી ઘટનાઓની અસર પણ થાય છે.
વૃદ્ધાવસ્થામાં માણસને એકની એક વાત વારંવાર કહેવી કે વાગોળવી ગમે છે. વૃદ્ધાવસ્થાની આ એક માનસિક નબળાઈ છે. પરંતુ તે પ્રત્યે સહાનુભૂતિ ભર્યું સહનશીલતાનું વલણ અપનાવવું જોઈએ. એક વડીલ જૂના વખતનું દૃષ્ટાન્ત આપે છે. એક બાપા પોતાને ત્યાં હિસાબના ચોપડામાં ઘરની બીજી વિગતો પણ લખતા. એમનો દોઢેક વર્ષનો દીકરો જ્યારે બોલતાં શીખ્યો ત્યારે એક વખત બારીઓ, કાગડો આવીને બેઠો. નાના બાળકે પૂછુયું, “બાપા, આ શું છે ?” બાપાએ કહ્યું, “કાગડો'. થોડીવાર પછી છોકરાએ ફરીથી પૂછુયું અને ફરીથી બાપાને કહ્યું, “કાગડો'. એમ નાના બાળકે આઠદસ વાર પૂછ્યું અને જેટલી વાર પૂછ્યું એટલી વાર બાપાએ ચોપડામાં નોંધી લીધું. આમ રોજ કાગડો આવે અને રોજ બાળક આઠદસ વખત પૂછે અને જેટલી વાર બાળકે પૂછ્યું હોય એટલી વાર બાપા ચોપડામાં લખી લે.
પછી તો બાળક મોટું થયું અને પૂછવાનું બંધ થયું. દીકરો મોટો થયો અને લગ્ન થયાં. હવે વૃદ્ધ પિતાની વાતો એને અળખામણી લાગવા માંડી. કોઈ વખત સમજ ન પડે કે યાદ ન રહે તો બાપા બીજી વાર પૂછતા, પરંતુ ત્યારે દીકરો અપમાનજનક અવાજે કહેતો, “એકની એક વાત કેટલી વાર પૂછો છો ?” એક વખત બાપાએ જૂનો ચોપડો મંગાવી દિકરાને વંચાવ્યું અને કહ્યું : “તું નાનો હતો ત્યારે કાગડા માટે “બાપા આ શું છે ?” એમ રોજ કેટલી વાર પૂછતો હતો ? એની સરખામણીમાં હું તો કંઈ જ પૂછતો નથી. માટે મારી સાથે આવી ઉદ્ધત રીતે વર્તતાં તને શરમ આવવી જોઈએ.” દીકરો ચૂપ થઈ ગયો.
કેટલાક વખત પહેલાં ગુજરાતના એક શહેરમાં એક ભાઈની સાથે એમના એક મિત્રને ત્યાં મારે જવાનું થયું હતું. મિત્ર બહાર ગયા હતા. દરમિયાન મિત્રના વયોવૃદ્ધ પિતાશ્રી અમને મળવા પોતાના રૂમમાંથી બેઠકના ખંડમાં આવ્યા. તેઓ વિધુર થયા હતા એટલે પોતાના ગામમાંથી
૧૩૮ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org