________________
માના ઘરેણાંના કબાટ ૫૨ કબજો જમાવી દીધો. રોજ સાથે મંદિરે દર્શન કરવા જનાર માતાપિતાને એક દિવસ નાના દીકરાએ ત્યાં મોટી વહુ સાથે ખાનગી વાત કરતાં જોયાં અને એનો વહેમ વધી ગયો. રખેને માતાપિતા કોઈને ઘર લખી આપે તો પોતાને ફૂટપાથ પર રખડવાનો વારો આવે. એણે માતાપિતા પર કબજો જમાવી દીધો. ઘરની બહાર જવાની મનાઈ ફરમાવી દીધી. માબાપ બહુ કરગર્યા ત્યારે માતાપિતા વારાફરતી મંદિરે જાય અને તે પણ નોકર સાથે જાય એવી છૂટ મળી. એકે દિવસ દીકરાને કહ્યા વિના પિતા બહાર ગયા. તે દિવસે સાંજે ધમાલ મચી ગઈ. ઉશ્કેરાયેલા દીકરાએ ધમકી ઉચ્ચારી દીધી કે ‘હવેથી ઘરમાંથી જો બહાર પગ મૂકશો તો જાનથી મારી નાખીશ.' પછી મંદિરે જવાનું પણ બંધ કરાવ્યું. માતાપિતાને સૌથી લાડકો દીકરો હોય અને તેના તરફતી આવી ગંભીર ધમકી મળે તો કેટલું વસમું લાગે ! માતાપિતા સૂનમૂન બની ગયાં. પોતાના પાપનો ઉદય છે એમ મન મનાવી વૃદ્ધાવસ્થામાં શાન્તિથી દિવસો પસાર કરવા લાગ્યાં. પણ પછી બન્યું એવું કે એ નાના દીકરાને એક દિવસ કમળો થયો. એમાંથી કમળી થઈ અને ભરયુવાનીમાં જ અકાળે એનું અવસાન થયું. સતત ભયમાં રહેતા કૃશકાય બની ગયેલાં માતાપિતાએ એ દિવસે આંસું ન સાર્યાં, પણ ભયમાંથી મુક્ત થયાની રાહત અનુભવી.
પાશ્ચાત્ય દેશોમાં યુવાન કે કિશોર દીકરા સાથે અણબનાવ કે ઝઘડો થતાં માતાપિતાને મૃત્યુનો ડર લાગે છે. ઉશ્કેરાયેલો દીકરો ક્યારે અચાનક ગન લઈને ધસી આવશે એ કહેવાય નહિ. જ્યાં ધાતક શસ્ત્રો સુલભ છે ત્યાં આવો ડર વિશેષ રહે છે. આવી ઘટનાઓ પોતાના દેશ-પ્રદેશમાં વારંવાર બનતી હોવાથી પણ મનમાં ડર પેસી જાય છે. અમેરિકા અને બીજા ઘનાઢ્ય દેશોમાં માતાપિતાનું ખૂન કરનાર દીકરાઓ ઘણું ખરું કિશોરાવસ્થાના હોય છે. એમને સાચી સલાહ કે સાંત્વન આપનાર કોઈ હોતું નથી. તેઓ માનસિક સમતુલા ગુમાવી દે છે. એટલે જ્યારે અચાનક ઝનૂન ચડી આવે ત્યારે હત્યાની દુર્ઘટના બની જાય છે. પાશ્ચાત્ય દેશોમાં છૂટાછેડા અને પુનર્લગ્નનું પ્રમાણ વધતું જાય છે. એટલે માતાપિતા અને સંતાનો વચ્ચે લાગણી રહેતી નથી. સાવકો દીકરો કે સાવકી મા અથવા સાવકા બાપને એકબીજા પ્રત્યે મનમાં જ ઘૃણા હોય છે. વેર લેવાની વૃત્તિ જોર પકડે છે. દોસ્તારોનો ટેકો મળી જાય છે અને કાવતરું રચાય છે. મોટાં ઘરો, એકાંત અને શસ્ત્રની સુલભતાને લીધે હત્યાની ઘટના બનતાં વાર નથી લાગતી.
Jain Education International
પુત્રભીતિ * ૧૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org