________________
જમાનાની ફૂટપટ્ટીથી માપવી ન જોઈએ. “અમે આવા હતા અને તમે આવા થઈ ગયા' એમ કહી નવી પેઢીને ઉતારી પાડવાની વૃત્તિને સંયમમાં રાખવી જોઈએ. જૂની આંખે નવા તમાશા ઉદારતાપૂર્વક જોવા જોઈએ. અનિવાર્ય લાગે તો સૂચન કરવું, પણ આગ્રહ ન બનવું જોઈએ. નવી પેઢીના વિકાસમાં ઇરાદાપૂર્વક આડખીલીરૂપ ન થવું જોઈએ. સંઘર્ષના વિષયો ટાળતાં શીખવું જોઈએ અને વાત્સલ્ય અને ઉષ્માથી જીવનને સુસંવાદી બનાવવાની કલા હસ્તગત કરવી જોઈએ. “આજના જુવાનિયાઓ બગડી ગયા છે.” એવા ભ્રામક ખયાલોમાંથી મુક્ત બનવું જોઈએ. જ્યાં આવું થાય છે ત્યાં પુત્રનો ડર રહેતો નથી. એવા ઘરોમાં પુત્ર ઘડપણમાં લાકડીરૂપ બને છે.
પિતાના બધા જ વિચારો સાથે પોતે સંમત ન હોવા છતાં એમને એમનું જીવન એમની રીતે જીવવા દેવું જોઈએ એમ સાચી રીતે માનીને એમને સર્વ પ્રકારની અનુકૂળતાઓ કરી આપનાર સંતાનો પણ અનેક સ્થળે જોવા મળે છે. માતૃભક્તિ અને પિતૃભક્તિનાં જવલંત ઉદાહરણો પણ કેટકેટલાં જોવા મળે છે !
જેમને ડર જોઈતો નથી એમણે બીજાને ડરાવવાનું પહેલાં બંધ કરવું જોઈએ.
(સાંપ્રત સહચિંતન-૧૨)
પુત્રભીતિ - ૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org